________________
૫૫
પૂછજો. બસ હવે તમારું કલ્યાણ થાવ....મારા પાપ મિથ્યા હિ.” કહી ધન્ય શેઠ અને ચેરના શબ સાથે ચિતામાં તેણે પ્રવેશ કર્યો.
બધા પિતાનાં સ્વાર્થને રડતા નગર તરફ જવા લાગ્યા, મહારાજા પણ નગરમાં આવ્યા ત્યારે રત્નમંજરી બળી ભસ્મ થઈ ગઈ ને સ્વર્ગમાં ગઈ.
વાચક! આ રત્નમંજરીની કથા વાંચી થોડું વિચાર! મન મર્કટ કેવા વિચિત્ર પ્રકારે જીવને નાચ નચાવે છે!! બાલ્યાવસ્થાથી જ પરમ ધાર્મિક જીવન જીવનારી રત્નમંજરીની દુષ્કર્મ દ્વારા કેવી ફજેતી થઈ. ખરેખર આ જગતમાં આત્મા અને કર્મ બે પદાર્થોનું યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં આત્મા શુભ પ્રસંગ–નિમિત્ત પામીને ઉન્નત માર્ગે આગળ વધે છે. અશુભ-પ્રસંગ પામીને તેને તે આત્મા અર્ધગતિએ જાય છે તે આ વાર્તા કહી જાય છે. માટે જ જ્ઞાની ભગવંતોએ વારંવાર ફરમાવ્યું છે “શુભ નિમિત્તમાં રહો અને ઉત્તમ ભાવનામાં ચિત્તને સદા રાખે તો શિવ માર્ગ દેખાશે.”