________________
૫૯૪
વિષ્ણુ, શંકર, કપિલ આદિ મુનિગણ, ચકવર્તી તેમજ મનુષ્ય બધા જ સ્ત્રીના દસ છે. રાજન, ગુરુ, ગાય, સેના, પાણી, સ્ત્રી અને પૃથ્વીની નિંદા કરવી જોઈએ નહિં, જે તેમની નિંદા કરે છે તે જાતે જ નિંદાય છે.
રાજન, તમને સ્ત્રીચરિત્ર જાણવાની ઈચ્છા છે. પણ તે જાણતાં તમને દુઃખ થશે, પહેલા પણ ઘાંચણને કારણે તમારી ઘણી નિંદા થઈ હતી, અને હવે મારી પાસેથી સ્ત્રીચરિત્ર જાણી નિંદાને પાત્ર થશે. તમે દરેમાં ઉંદર અને સાપ દેખ્યા છે પણ હજી તમે દૃષ્ટિવિષ સર્પ જોયા નથી. જેને જોતાં જ બધાના પ્રાણ જાય છે.
તમે સમુદ્રમાં છીપ, શંખ, કેડી દેખી છે, પણ કૌસ્તુભમણિ જે નથી. હે રાજનું, લીમડે, કંધેર વગેરે ઝાડ તમે જોયાં હશે પણ હજી તમે કલ્પવૃક્ષ જોયું નથી. રસભૂમિ, વિષભૂમિ, મરૂભૂમિ તમે જરૂર જોઈ હશે પણ રત્ન અને મતીથી ભરેલી ભૂમિ નહિ જોઈ હોય.
હે રાજન, ના હું અધમ છું. ને હું જડ છું. ના હું સ્ત્રીઓમાં શિરેમણિ છું, પણ હું મરીને પૃથ્વી પર મારે યશ મૂકી પરલોકે જઈશ.”
“હે રત્નમંજરી,” રનમંજરીના શબ્દ સાંભળી મહારાજા બોલ્યા, “તમે મને કાંઈક તે સ્ત્રીચરિત્ર દેખાડો.”
રાજન, તમે નગરમાં રહેતી કેચી કંયણને મળજે. તે મારા તેમજ બીજી સ્ત્રીઓનાં ચરિત્રને જાણે છે, તેને