________________
પર
આવ્યા. રનમંજરીએ “અક્ષત” ફેંક્યાં. મનેકામના પૂરક અને પુત્રપ્રાપ્તિની ઇચ્છાથી લેકે તે લેવા લાગ્યા.
તેઓ નદીકિનારે આવ્યાં. ત્યાં મણિભદ્ર યક્ષનુ મંદિર હતું. ત્યાં જઈ રત્નમંજરી ઘેડી પરથી ઉતરી. ભિખારીઓને દાન આપ્યાં. અને હસતે મેઢે ચિતા પાસે ગઈ, તેવામાં મહારાજા, રાણી, સેવક સાથે ત્યાં આવ્યા.
મહારાજા વિક્રમાદિત્યને આવેલા જોઈ રત્નમંજરી કહેવા લાગી, “હે રાજન, તમે લાંબા આયુષ્યવાળા થાવ, સદાય યશ મેળવતા રહો, ભૂમિનું પાલન કરો, ધર્મમાં શ્રદ્ધાવાળ રહે, પરોપકાર કરતા રહો અને પુત્રપૌત્રવાળા થાવ.”
રાણી શ્રૃંગારસુંદરી સતી પાસે ગઈ. પ્રણામ કરી પુત્ર પ્રાપ્તિ માટે ચરણોદક માગ્યું, ત્યારે સતીએ ભીના ચેખા રાણીને આપ્યા ને કહ્યું, “તું પતિ સાથે રહી પુત્રપૌત્રવાળી થઈ યશસ્વી થજે.”
તે પછી મહારાજા રત્નમંજરી સાથે વાત કરવા તેની પાસે ગયા, અને તેના કાનમાં કહેવા લાગ્યા, “તમે ત્રણે કાળની વાત જાણનાર છે, અને રાજાના હિતેચ્છુ છો. તમારા પતિવ્રતના પ્રભાવે લેકેને સંતાન આપે છો, તમારા, ચરણોદWી લેકના રોગ વિગેરે નાશ પામે છે, છતાં તમે રાત્રે ચેર–પરપુરુષ સાથે ભેગ ભેગવવા ઈચ્છા કરી, તમારા પતિને ગળે અંગૂઠે દઈ મારી નાખે, હવે તમે એ સુખ ભેગાવવાનું છોડી અગ્નિમાં પડી શું સુખ ભેગવવાનાં છો: