________________
છે, વંચાને સંતાનની પ્રાપ્તિ થાય છે. નિર્ધન શ્રીમંત થાય છે. અભાગી ભાગ્યશાળી થાય છે, કપ સુંદર બને છે.”
નગરજનના શબ્દો સાંભળી ચારિત્ર્યશીલ રાણી ગંગારસુંદરી મહારાજાને કહેવા લાગી, “હે મહારાજ, હું પણ તેમના ચરણોદકથી પવિત્ર થાઉં. જેથી મારું વાંઝિયામેણું ભાગે. ને વંશવૃદ્ધિ થાય.”
રત્નમંજરીના ચરિત્રને જાણનાર મહારાજા રાણીના શબ્દો સાંભળી મનમાં હસવા લાગ્યા અને કહેવા લાગ્યા,
તારી પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરવા હું તે સતી શિરોમણનું ચરણોદક લાવીશ.” પછી ગંભીર થઈમહારાજા નગરજનોને કહેવા લાગ્યા, “તમે જાવ. તે સતી શિરોમણી માટે ઉત્સવ ઉજવે. હું ત્યાં આવું છું. મારી રાહ બધા નદીકિનારે જેજે. હું ત્યાં આવી સતીને મારા મનની કેટલીક વાત પૂછવા માંગુ છું, જે આ પ્રમાણે સતી થાય છે ને જે બોલે છે તે સાચું જ પડે છે.”
નગરજને ધન્ય શેઠને ત્યાં આવ્યા. વાજા વાગવા લાગ્યાં, ત્યારે રત્નમંજરી એક સુંદર વાસણમાં સાકર સાથે દૂધ પી તૈયાર થઈ તેણે સાત ક્ષેત્રોમાં પોતાનું ધન ખરચ્યું. ગુરુની સાક્ષીએ દસ પ્રકારની અંતિમ આરાધના કરી. શ્રીજિનેશ્વરદેવને પ્રણામ કર્યા. બધાની ક્ષમા માગી. પછી ઘેડી પર બેસી આગળ વધી. વાજાં વાગવા લાગ્યાં. આ વાજાંના અવાજે લોકે પિતપોતાનું કામ છોડી સતીને નીરખવા