________________
૫૦૦
પતિના મરતાં કઈ સ્ત્રી રડે છે. તો કોઈ મરે છે. કેઈ બીજો પતિ કરે છે. તો કેઈ ઘરમાં રહે છે. પણ હું તો મારા " તિની સાથે બધાની નજર સામે ચિતામાં પડી બળી મરીશ. અને પરલોકમાં જઈશ. ને નિર્મળ યશ મેળવીશ.
પતિવ્રતા-સતી સ્ત્રીઓ એ જ કે જે પતિના પગ ધોઈ પીએ ને પરલેક જતા પતિના શરીર સાથે ચિતામાં બળી મરે.” બેલતાં તેણે ધન્ય શેઠ અને ચેરના શરીરને શુદ્ધ જળથી નવડાવ્યાં, ને ધર્મકાર્યમાં દ્રવ્ય વાપરવા લાગી. સતી થવા તૈયાર થઈ.
આ સમાચારનગરમાં ફેલાઈ ગયા. સમાચાર સાંભળતાં લેકે દર્શને આવવા લાગ્યા, બધાની આંખમાં આંસુ હતાં. તેઓ સતીને નમસ્કાર કરી કહેવા લાગ્યાં, “ હે માતા, તમારા વગર અમારાથી કેમ રહેવાશે ? તમારા વગર અમારું જગત શૂન્ય થઈ જશે. આ અવંતી નગરી વિધવા થશે. લેકેની આશાવેલડી સુકાઈ જશે. તમારા જવાથી અમે દુઃખી થઈ જઈશું તેથી તમે સતી થવાની વાત પડતી મૂકે.”
નગરના કેટલાક લેકે મહારાજા વિક્રમ પાસે ગયા ને કહેવા લાગ્યા, “સતી રત્નમંજરી પોતાના પતિ સાથે સ્વર્ગમાં જવા તૈયાર થઈ છે. તે રત્નમંજરી કામધેનુ,
૫લતા ને કામકુંભ જેવી છે. તેના પગ ધોયેલા પાણીથી વાત, પિત્ત અને કફથી ઉત્પન્ન થનારા રોગ નાશ પામે
* “સાચી સતિ સમાની, પતિ પગ ધઈ પિયંતિ; પ્રિય કલેક પંથીઈ દઈ જિ ઈતિ.”