________________
૫૮૮
દરવાજેથી જ જાવને” કહી રત્નમંજરીએ બારણું ઉઘાડ્યું. ચોર ત્યાંથી જવા લાગે પણ એકાએક દરવાજે તૂટી પડતાં ચાર દબાઈને મરણ પામ્ય.
કૌર, વાલી, રાવણ, સ્ત્રીના કારણે જ મરણ પામ્યા છે. ચારિત્રહિન સ્ત્રી આંખથી કેઈને જુએ છે, વાણીથી બીજાને રીઝવે છે, તે કેઈને આલિંગન દે ત્યારે તેના મનમાં કોઈ બીજે પુરુષ જ રમત હોય છે.
સ્ત્રીમાં અમૃત અને ઝેર સાથે રહેલાં છે. તેવાં બીજે કયાંય નથી. તે ખુશ થાય છે ત્યારે સેવારૂપી અમૃત આપે છે. ખીજાય છે. ત્યારે ઝેરી બની જાય છે. મેહરાજાનું આ નાટક છે.
ચેરને મરેલે જોઈ વિકમ પોતાના મહેલે ગયા. નવકાર મહામંત્રનું સ્મરણ કરતા સૂઈ ગયા, ત્યારે રત્નમંજરી ચેર પાસે જઈ રડવા લાગી. “હે નાથ, તમે મને છોડી ક્યાં ગયાં? હે નાથ ! હે પ્રાણધાર! હે વલ્લભ! હે પ્રિયતમ! મને વિરહાગ્નિમાં બળતી મૂકી તમે કયાં ગયા?”
ડીવાર રડ્યા પછી તે સ્વસ્થ થઈને બોલી, “મારા બેય ધણી મરી ગયા. મારો સતીધર્મ પણ ગયે. હું કલંક્તિ થઈ. મારા પતિને મારવાના અને બીજાને આલિંગન કરવાની ઇચ્છાના પાપે હું નરકમાં જવાની જ.
હાય! સવાર થતાં હું વિધવા થવાની ત્યારે મારી શું દશા થશે? પરલેકમાં નરકનાં દુઃખને હું શી રીતે સહન