________________
૫૮૨
રાત પડતા મહારાજાના મનમાં રત્નમંજરીનું રૂપ અને ચરિત્ર જેવા ઇચ્છા થઈ અને તે ઇચ્છા પૂરી કરવા નિશ્ચય કર્યો.
મહારાજા વિકમ આંગળીએ કેદારમુદ્રા, શરીરેગીના. જેવાં કપડાં, હાથમાં સુંદર દંડ અને આખા શરીરે ગંગાની માટી લગાવી વસ્ત્રમાં તલવાર ગુપ્ત રાખી રાતને ધન્ય શેઠને ઘેર આવ્યા, ને ગીવેશધારી મહારાજાએ રત્નમંજરીને, કહ્યું, “હે સુભગે, નગરમાં ફરતા ફરતે હું તારે ત્યાં અતિથિની જેમ આવ્યો છું.” કહેતા અતિથિસત્કારને લાભ બતાવતાં કહ્યું, “જેને ત્યાં અતિથિને ભેજન, રાતના રહેવાને જગા મળે છે તેની સારા માણસે પ્રશંસા કરે છે. મુક્તિ તેની ઈચ્છા કરે છે, તે મુક્તિને અધિકારી બને છે કહેવાય છે
ઘાસનું સુકાયેલું તણખલું વજનમાં ઘણું જ હલકું હેય છે. એ તણખલાથી રૂ હલકું છે, અને એ રથી યાચક હલકો છે. એ હલકા યાચકથી હવા પણ ગભરાય છે, વખત છે મારી પાસે કોઈ માંગશે. જે એ ભય ન હોત તે યાચકને. ક્યાં ક્યાં હવા લઈ જાત. અને ગૃહસ્થને માટે તે નિર્ણિત જ છે કે તેને સદાય દાન આપવું. જે દિવસે ભીખ માગવામાં આવે તે દિવસ જીવનમાં નકામે ગણવે. ગૃહસ્થ દાનથી. જશુદ્ધ થાય છે.”
ગીરાજનાં વચન સાંભળી રત્નમંજરી તેમને ઘરમાં