________________
૫૮૧
આ વાત રત્નમંજરીને બાપે જાણી ત્યારે તેમણે ધન્ય શિક અને રત્નમંજરોનાં લગ્ન ધામધુમથી કર્યો.
પરણ્યા પછી રત્નમંજરી હંમેશા પોતાના પતિના પગ ઘેઈને પીવા લાગી. પતિના જમ્યા પછી તે જમતી. મૌનવ્રતવાળી, સદ્ગુણોને ભંડાર તે આનંદથી પોતાના પતિ સાથે દિવસે ગુજારત.
તેના પતિવ્રતના પ્રભાવથી તેના પગના ધોયેલા પાણીથી વાત, કફ અને પિત્તથી થતા રોગ નાશ પામતા. પુત્રની ઈચ્છાવાળાને પુત્ર પ્રાપ્તિ થતી. સાપ વગેરેનું ઝેર પણ ઉતરી જતું. તેની દૃષ્ટિ પડતાં સુકાયેલું વૃક્ષ નવપલ્લવિત થતું, સાપ, માળા, અગ્નિ, પાણી અને સિંહ, શિયાળ થતું.
રત્નમંજરી જ્યાં જ્યાં જતી ત્યાં ત્યાં અતિવૃષ્ટિ, ઉંદર, તીડ, સૂડા, સ્વચક, પરચકે આ સાત ભય ન થતા. સાચે જ રત્નમંજરી લક્ષ્મીને જ અવતાર હતી.
ધન્ય શેઠ આવી પત્ની મેળવી પૂર્ણ ભાગ્યશાળી થયા હતા. તે પોતાની પત્ની સાથે નિરંતર ધર્મકાર્ય કરતા. તેમનાં સુખની સીમા ન હતી. તેમને સૂર્યાસ્તની ખબર પણ પડતી નહિ. તે સાતે ક્ષેત્રમાં ઘણી જ સંપત્તિ વાપરતા
મંત્રીના મઢેથી ધન્ય શેઠ અને રત્નમંજરીની વાત જાણી મહારાજા નવાઈ પામ્યા પછી સભા વિસર્જન કરી દિવસનાં બાકી રહેલાં કર્મો કર્યા.