________________
પ૮૩
સન્માન સાથે લઈ ગઈ અને રહેવાની વ્યવસ્થા કરી આપી. તે પછી તેણીએ પૂછયું “હે મુસાફર! તમે સાંજના જમ્યા?” જવાબમાં તે બેલ્યા, “હું રાત્રે ખાતે નથી. રાત્રે જમનાર જરૂર નરકમાં જાય છે. માટે આત્મહિત ઈચ્છનારે રાત્રે જમવું નહિ. સૂર્ય આથમ્યા પછી પાછું લેહીની બરાબર છે, અન્ન માંસ જેવું છે એવું માર્કડમુનિએ પિતાની સંહિતામાં લખ્યું છે. બુદ્ધિમાન પુરુષ રાત્રિભેજનને ત્યાગ કરે છે. જેથી તેને મહિનામાં પંદર દિવસના ઉપવાસનું ફળ મળે છે.
શાસ્ત્રમાં નરકનાં ચાર દ્વાર કહ્યાં છે. પહેલું રાત્રિભોજન, બીજું પરદાર ગમન, ત્રીજું કેરી વગેરે પાણીનાં અંશવાળા અથાણાં, શું કંદમૂળનું ભક્ષણ કરવું.”
હે મુસાફર”રત્નમંજરી બેલી, “તમે ઘણાં પુણ્યશાળી અને ઉત્તમ પુરુષ જણાવે છે. રાત્રિભોજન જે કરતા નથી તે જરૂર સ્વર્ગમાં જાય છે, ને રાત્રે ખાનાર નર્કમાં જાય છે.”કહેતી રત્નમંજરીએ ઘરની ઓસરીમાં રાજાની સુવાની વ્યવસ્થા કરી. વિકમ રાજા પણ પંચપરમેષ્ટી મંત્રને મનમાં નમસ્કાર કરી રત્નમંજરીનું ચરિત્ર જોવા આંખે મીંચી સૂઈ રહ્યા. જાણે ઊંઘી ન ગયા હોય ! - રત્નમંજરીએ પોતાના પતિના પગ ધેયાને ગંગાજળથી જેમ શરીરને પવિત્ર કરે તેમ તે પાણે પિતાના શરીર પર રેડી શરીરને પવિત્ર બનાવ્યું. તે પછી સુંદર શય્યામાં હાથને ટેકે આપી ધન્ય શેને સુવાડયા. તેમનાં શરીરને દબાવ્યું. ધન્ય શેઠ ઊંઘી ન ગયા ત્યાં સુધી તે ત્યાં જ રહી.