________________
પse
પણ પણ હું ઊઠવા, બેસવા, ચાલવા, બોલવા અને ઊભા થવા માટે અશક્ત છું પછી સ્ત્રીને પરણી કરું શું?” ધન્ય શેઠે પૂછયું
એ બધું જાણવા છતાં જે તમારી ઈચ્છા હોય તે હું તમારી સાથે પરણવા તૈયાર છું. તમારા જેવા પતિને મેળવી હું મારા સ્વજનેને કૃતાર્થ કરવા માગું છું. જે તમે મારી સાથે પરણે તે મારી જાતને ધન્ય માનું.”
“તમે સુંદર છો.” ધન્ય શેઠ બોલ્યા, “યુવાની તમારામાં થનગની રહી છે. રૂપ અને તમારા ગુણોથી દેવે પણ તમારી ઈચ્છા કરે ત્યાં હું ઘરડા, ધોળા વાળવાળ, દાંત વગરને, કુરૂપ તમારી ઈચ્છા કેમ કરું? હે રમણી! જે તમારે લગ્ન કરવું હોય તે કેઈ સુંદર યુવાન સાથે કરે. મારી અને તમારી વચ્ચે આકાશ અને જમીન જેટલું અંતર છે. ક્યાં તમે અને કયાં હું?”
આમ ધન્ય શેઠે કેટલુંય કહ્યું છતાં રત્નમંજરીનું મન ન માન્યું. તેણે કહ્યું, “તમે કહ્યું તે બરાબર છે. પણ કન્યા પોતે જ પોતાની જાતે કઈ વૃદ્ધ પુરુષ સાથે પરણવા ઈચ્છતી હોય ત્યાં શું થાય? - આપણામાં કહેવાય છે. કન્યા વરનું રૂપ જોઈ પરણે છે. મા વરની ધનદોલતને જુએ છે. બાપ વરના ગુણ અને તેનાં કુટુંબને જુએ અને સ્વજન લેકે ખાવાનું જ તાતા હોય છે. આ બધું હોવા છતાં કન્યાને જે કઈ કપિ પુરુષ