________________
૫૭૭
કરવાની ચિંતા ભરખી જાય છે, પારકી કર્યા પછી-પરણાવ્યા પછી તેનાં સુખ-દુઃખની ચિંતા રહ્યા કરે છે. સાચે જ છોકરીના બાપ થવું તે દુઃખદાયક છે. પણ... પણ...શ્રીપતિ શેઠે તે કાંઈ ન માન્યું.
એ છોકરીનું નામ શેઠે રત્નમંજરી રાખ્યું. જ્યારે તે યુવાવસ્થાને આંગણે આવી, ત્યારે તે સુંદર સ્ત્રીરત્ન દેખાવા લાગી ને સદ્ગુણથી ભરેલી હતી. દેષને તે પડછાયે તેના પર પડતું ન હતું. તેનાં સૌંદર્યનું તે વર્ણન થાય તેમ છે જ નહિ. તેણે તેનાં સરખી ઉંમરની સ્ત્રીઓને પિતાની સુંદરતાથી ઢાંકી લીધી હતી એટલું કહેવું બસ છે. તે જાણે કામદેવની સ્ત્રી રતિ હોય તેવી લાગતી.
રત્નમંજરી યુવાન થઈ છતાં તેનામાં કામવિકારને અંશ ન હતું. તેને પરણવાની ઈચ્છા થતી જ નહિં પણ તેને પુરુષ જાતિ પ્રત્યે તિરસ્કાર ન હતું. તેને તો દેવ ગુરુની પૂજા અને ધર્મકાર્ય ગમતાં.
તેની માતાએ એક દિવસે તેને પિતાના ખોળામાં બેસાડી પૂછયું, “બેટા, તને કેની જોડે પરણવું ગમે છે?” ત્યારે શરમાઈને રત્નમંજરી બેલી, “મને તે દેવ, દાનવ, રાજા, કીનાર, શેઠ કુબેર કેઈ જ ગમતા નથી, પછી પરણું કેની સાથે ?'
પુત્રીને આ જવાબ સાંભળી માતાએ આડા અવળા ગણાય પ્રશ્નો કર્યા પણ રત્નમંજરીને તે એક જ જવાબ ‘મારે નથી પરણવું.”
૩૭.