________________
પ૭૬
છે. દેવ અને ગુરુની ત્રિકાલ સેવા કરી પિતાના અશુભ કર્મોને નાશ કરે છે.
એ ધન્ય શેઠની ગુણસુંદરી નામની સ્ત્રી હતી. તે ગુણવાન અને પતિની સેવામાં પ્રેમવાળી હતી. આ ધન્ય શેઠ પિતાની આ પત્નીથી પિતાને ધન્ય સમજતે હતો. તે અઢાર કરેડને માલિક હતો. તે આ પિતાની સંપત્તિને સાત ક્ષેત્રમાં વાપરતો હતો. તેના દિવસે આનંદમાં જતા હતા. આમ હવા છતાં તેને એક વસ્તુની ખોટ હતી અને તે શેર માટીની-સંતાનની, વળી હે મહારાજ!
આજ નગરમાં શ્રીપતિ નામના એક શેઠ હતા. તેની શ્રાવકધર્મને પાળનારી શ્રીમતી નામની સ્ત્રી હતી, તેની લેકે ઘણી પ્રશંસા કરતા હતા, કેમ કે જે કઈ ઋદ્ધિ, વૃદ્ધિ, કીર્તિ અને પોતાનાં સંબંધીઓની વચમાં હોય તેની હંમેશા પ્રશસા થાય છે જ.
શ્રીપતિ શેઠને સેમ, શ્રીદત્ત અને ભીમ નામના ત્રણ છેકરા હતા. તે ત્રણ પુત્રના જન્મ પછી એક પુત્રીને જન્મ થયે. તે દિવસે શેઠે પુત્રના જન્મોત્સવ કરતાં પણ વધુ ઉત્સાહ-આનંદથી પુત્રીને જન્મોત્સવ ઉજવ્યું. પૈસા ખરચતા પાછું જોયું નહિ.
પુત્રના જન્મને ઉત્સવ તો બધાય ઉજવે છે. પણ પુત્રીને જન્મમહત્સવ ક્યાંય દેખવામાં આવતું નથી. કારણ કે પુત્રીને જન્મ થતાં શેક પથરાઈ જાય છે. તેને પારકી