________________
પ૭૫
કેઈ માંસભક્ષી છે, તો કઈ શિકારી છે, કઈ પદારાગામી છે, તો કેઈ જઠે છે. કેઈ પરદ્રોહ કરનાર છે, તો કઈ પારકી અનામતો હજમ કરી જનાર છે. કેઈ જૂઠી સાક્ષી પૂરનાર છે, તો કઈ કંજૂસ કે ગરીબ છે. - કોઈ ધન્ય નામને શેઠ ધર્મકાર્યમાં ઉત્સાહી છે. તો કઈ પિતાની સ્ત્રીથી સુખ માનનાર છે, કઈ પરસ્ત્રી સામે ન જેનાર, તો કઈ પરનિંદા ન કરનાર છે, કેઈ વિચક્ષણ છે, તો કઈ મૂર્ખ પણ છે. પણ આ બધાય ધન્ય નામના શેઠેમાં એક ધનપતિ શ્રાવક છે. તે પૂરેપૂરે ધર્મિષ્ઠ, શીલવાન શાંત અને સદ્ગુણેને ભંડાર છે. તે ધન્ય શેઠ શ્રાવકના એકવીસ ગુણ અને માર્ગાનુસારીના પાંત્રીસ ગુણવાળે છે.
તે ધન્ય શેઠ ઘરડે થયે છે. તેના ગાત્રો નબળાં થયાં છે,
ઘરડા માણસના અંગે સંકેચાય છે, ગતિમાં શિથિલતા આવે છે. દાંત પડી જાય છે. આંખોનું તેજ ઓછું થાય છે. રૂપ નાશ પામે છે. મેઢામાંથી લાળ દદડે છે. તેને સબંધીઓ તેનું કહ્યું માનતા નથી. સ્ત્રીને પણ પ્રેમભાવ ઓછો થાય છે. ઘરડા માણસના પુત્રો પણ તેના કહેવામાં રહેતા નથી. માટે એ ઘડપણને ધિક્કાર છે. ઘરડા માણસના હાથ ધ્રુજે છે. માથું ભમ્યા કરે છે, તે શું કરવાનો હતો ? છતાં ઘરડાને મરવાની વાત કહેતાં તે છ છેડાઈ જાય છે. મરવું તેને ગમે છે? . ધન્ય શેઠ ઘરડા હેવા છતાં તે ભાવપૂર્વક ષટકર્મ કરે