________________
પ્રકરણ ત્રેપનમું ..
. ... ... ... રત્નમંજરી
મહારાજા વિકમ નગરચર્ચા જેવા રાત્રીના સમયે વેશ બદલી નીકળ્યા. ફરતા ફરતા ચેતર આગળ આવ્યા ત્યાં લેકે આનંદ કરતા વાત કરી રહ્યા હતા.
આ નગરમાં એક ધનાઢ્ય ધન્ય નામના શેઠ છે. તે ધર્મધ્યાન કરવામાં પ્રીતિવાળા છે. તે જિનેન્દ્ર પ્રભુની દ્રવ્ય અને ભાવથી ત્રણે સમય પૂજા કરે છે. તેમની ધર્મકાર્યમાં પ્રેમવાળી પત્ની હતી તે સ્ત્રી જેવી આ સંસારમાં અત્યારે કેઈ સગુણ નહિ હશે.”
આ પ્રમાણે શેઠ અને તેમની સ્ત્રીને ઘણું વખાણ સાંભળી મહારાજ નવાઈ પામતા પિતાના મહેલે આવ્યા અને આનંદથી રાત પસાર કરી. - બીજે દિવસે મહરાજા જ્યારે રાજસભામાં આવ્યા ત્યારે તેમણે મંત્રીઓને એ ધન્ય શેઠ સંબધમાં પૂછયું. ત્યારે મંત્રીઓએ કહ્યું, “હે માહારાજ, આપના નગરમાં કેટલીય ધનવાન વ્યકિતઓ છે. એ ધનવાનેમાંથી કોઈ સદાચારી છે. તે કઈ શરાબી, કંઈ પાપી છે, તો કઈ વેશ્યાગામી છે,