________________
પ૬૮
રાજાએ એ પદ્યની વાત પૂછી. બાળપંડિતા કહેવા લાગી. પહેલાં ક્યારેક પદ્ધપુર નામના એક નગરમાં પદ્મ નામને એક મોટા કુટુંબવાળે ખેડૂત રહેતો હતો. તે પૈસાદાર હતે.
દિવસે જતા તેનું ધન નાશ પામ્યું. ત્યારે તે મનમાં વિચાર કરવા લાગ્યું. “પાણી વગરનું કાંટાવાળું અને વાઘથી ભરપૂર જંગલ સારું, ઘાસ પર સૂવું ને ઝાડની છાલનાં કપડાં પહેરવાં સારાં, પણ સંબંધીઓની વચમાં નિર્ધાન રહેવું સારું નહિ.”
આ વિચાર કરી તે પરદેશ ગયે. કોઈ શહેરની પાસે રહેતા કેઈ એક સિદ્ધની તે સેવા કરવા લાગ્યું. તેની સેવાથી પ્રસન્ન થઈ એ સિધ્ધ બેભે. “પક્વ, તું આ સિંદુર લે, એ ઉત્તમ વસ્તુ છે. સવારમાં પ્રાર્થના કરવાથી તે પાંચસે સેનામહોર આપશે. તું આ વાત કોઈને કહીશ તે તે સિંદૂર મારી પાસે પાછું આવશે.”
આ વાત કોઈને નહિ કહું.' કહી પવૅ સિંદૂર લીધું. ને ત્યાંથી ચાલતે થયે. શહેરની નજીક આવે. ત્યાં એક વેશ્યા રહેતી હતી તેને ત્યાં ગયે. ને વેશ્યારૈલોકસુંદરી સાથે આનંદમાં દિવસે પસાર કરવા લાગ્યા. સિંદૂરથી પૈસા મળતા હતા. વેશ્યાને તે આપતે હતે. ને સુખપૂર્વક રહેતે હતો.
એક દિવસ વેશ્યાની મા-અકકાએ પૂછ્યું, “હ બેટા, તે પુરુષ તું માગે છે તેટલે પૈસે ક્યાંથી લાવી આપે છે?'