________________
૫૬૭
દિવસે જતાં તે પૈસાદાર થયે તે બધાને માલપુઆ આપતો હોવાથી મંડકના નામથી ઓળખાવા લાગે.'
એક દહાડો કમલને તેની સ્ત્રીએ પૂછયું, “તમે આ માલપુઆ-મંડક કયાંથી લાવે છે ?” જવાબમાં કમલે કહ્યું, પ્રિયે, એ કહેવાય તેવું નથી. એ વાત જે કદાચ હું કહીશ તે આપણે દુઃખી થઈ જઈશું.
- સ્ત્રીએ તો કમલના શબ્દો સાંભળ્યા છતાં હઠ પકડી ને કહેવા લાગી, “જે તમે મને એ વાત નહિ કહે તે હું આપઘાત કરીશ. ને તેનું પાપ તમને લાગશે.”
આપઘાતની વાત સાંભળતા કમલે બધી વાત કહી ને સવાર થતાં ગણપતિ પાસે ગયે. ત્યારે ગણપતિએ કહ્યું, “તે જે વાત ન કહેવાની હતી તે કહી. માટે હવે તું કયારે પણ અહીં આવતે નહિ. જે હવે અહીં આવીશ તો મરી જ જઈશ.”
ગણપતિના શબ્દો સાંભળી કમલ પશ્ચાત્તાપ કરતો ઘેર આવ્યો. ને તે દુઃખી થયે. હે રાજન, તમે પણ માછલાના હસવાનું કારણ જાણી દુઃખી થશે.”
બાળપડિતાએ એ દિવસે આ વાત કહીને દહાડે પૂરો કર્યો. બીજે દિવસે ફરીથી બાળપંડિતાને બોલાવીને મહારાજા માછલાના હસવાના કારણને આગ્રહ કરી પૂછવા લાગ્યા, ત્યારે બાળપંડિતાએ કહ્યું, “રાજન, એ વાત જાણતાં સિંદૂર મેળવનાર પદ્મની જેમ દુઃખી થશે.”