________________
વાત કરતાં વેશ્યાની માએ વેશ્યા પાસેથી પૈસા કયાંથી આવે છે. તે જાણી લીધું. ને પછી તેણે તે સિંદૂર મેળવવા યુક્તિઓ અજમાવવા માંડી.
વેશ્યાએ વાતની ખાતરી કરવા પવને પૂછયું. ભાન ભુલ્યા પવે બધી વાત કહી. એટલે સિંદુર તેની પાસેથી ચાલ્યું ગયું. ને તે ગરીબ થઈ ગયે ને હાયય કરતે પોતાને ઘેર આવ્યું.
હે રાજન, બાળપંડિતા બેલી, “માછલાનાં હસવાનું કારણ જાણતાં તમે “મંડક” અને “પદ્મની જેમ દુઃખી થશે.”
પણ રાજા ન માન્યું. તેણે માછલાના હસવાનું કારણ કહેવા આગ્રહ કર્યો, ત્યારે બાળપંડિતા બોલી, “માછલાના હસવાનું કારણ જાણતા તમારે રમા નામની સ્ત્રીની જેમ પશ્ચાત્તાપ કરવો પડશે.” કહી રમાની કથા કહેવા માંડી, લક્ષ્મીપુર નામના નગરમાં મુકુંદ નામને એક ક્ષત્રીય રાજા હતું. તેને રમા નામની સ્ત્રી હતી. તે સ્ત્રીએ પાસેના નગરના રાજા ચંદ્રને છે. તે સાથે જ તે આકર્ષાઈ. તેની સાથે દેહસંબંધ બાંધવા વિચારવા લાગી. - આ વિચાર તેને ક્યાંય શાંતિ લેવા દેતો ન હતો. તે ચિંતાતુર રહેવા લાગી. મુકુંદ જ્યારે તેની ઉદાસીનું કારણ પૂછતો ત્યારે તે આડીઅવળી વાતો કરી એ વાતને ટાળી દેતી.
રાજા તેની સાથે વાત કરતો ત્યારે તે ચિડાઈ જતી.