________________
પ૬૪
ધનને નાશ, મનને સંતાપ, પત્નીનું દુરાચરણ, કેઈથી ઠગાયા અથવા અપમાન પામ્યા હોઈએ તે બુદ્ધિમાને કયારે કઈને કહેવું નહિ. અમને તો રાજ્ય અથવા રાજશત્રુઓ. વિષે પૂછે.
મંત્રીગણના શબ્દથી રાજાના મનનું સમાધાન થયું નહિ. તેથી તેણે રાજપુરોહિતને બેલા અને માછલાનાં હાસ્યનું કારણ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું, “હે રાજન , હું એ માછલું કેમ હસ્યું તે કહી શકું તેમ નથી.”
તો શું તમે રાજને મફતને પગાર ખાઓ છે?” રાજાએ પૂછ્યું, “જવાબ કેમ આપતા નથી? હે પુરોહિત, જે તમે આને જવાબ નહિ આપે તો હું તમારા કુટુંબને નાશ કરીશ.”
રાજપુરોહિત રાજાના શબ્દોથી દુઃખી થતે પિતાને ઘેર ગયે. ત્યાં તેની બાળપંડિતા પુત્રીએ તેને જોયે. તેને બાપ ઉદાસ છે તે જાણી ગઈ ને બાપાને પૂછવા લાગી, “બાપુ!. આજ ઉદાસ કેમ જણાવે છે ?'
બેટા, કાંઈ કહેવા જેવું નથી. આજ રાજાએ માછલું કેમ હસ્ય? તે પૂછયું. તેનું કારણ હું જાણતું ન હતો, તેથી કહી શકે નહિ.” કહેતાં તેણે ટૂંકમાં પોતાની પુત્રીને. કહ્યું તે સાંભળી બાળપડિતા બેલી, “બાપુ, આમાં ઉદાસ થવા જેવું કંઈ નથી. હું રાજાને માછલાના હસવાનું કારણુ કહીશ.”
પુત્રીની વાત સાંભળી બાપના જીવને ટાઢક વળી ને