________________
પ૬૩ "
આથી દેવદમની અને બીજી રાણીઓએ ભેગી થઈ એક વાત કહી.
એક હતો રાજા, તે હંમેશા પોતાની રાણીના હાથની જ રસેઈ જમતો. એક દિવસ રાજા-રાણી સાથે જ જમવા બેઠાં હતાં. તે વખતે રસઈઆએ થાળીમાં રાંધેલું માછલું મૂક્યું. આ જોતાં જ રાણું એકાએક ઊભી થઈ ગઈ
આમ રાણીને એકાએક ઊભી થયેલી જોઈ રાજાએ પૂછ્યું, “પ્રિય! આમ એકાએક કેમ ઊઠી ગઈ?' જવાબમાં રાણીએ કહ્યું, “હે રાજન, હું જ્યારે પણ તમારા સિવાય બીજાને સ્પર્શ પણ કરતી નથી. અત્યારે મારી થાળીમાં રસેઈઓએ નરમાછલું મૂકયું છે.”
રાણીના શબ્દો સાંભળતાં માછલું હસવા લાગ્યું. માછલાને હસતું જેમાં રાજા નવાઈ પામ્ય ને રાણીને પૂછવા લાગે, “તમારા બોલવા પર આ માછલું કેમ હસ્યું?”
હે સ્વામી!” રાણી બેલી, “હું તેના હસવાનું કારણ શી રીતે કહું?” . તે પછી રાજાએ સભામાં આવી મંત્રીઓને જમતી વખતે બનેલે બનાવ કો. ને માછલાના હસવાનું કારણ પૂછ્યું. ત્યારે મંત્રીઓએ હાથ જોડી કહ્યું, પિતાનાં અંગત સંબંધીઓ, તેમાંય પિતાની સ્ત્રીનાં વર્તન અને કૃત્ય માટે બીજી કઈ વ્યક્તિને ક્યારે પણ પૂછવું જોઈએ નહિ.