________________
પેલી ત્રણે સખીઓ ત્યાં આવી ત્યારે મહારાજાએ બટુકનું રૂપ ધારણ કર્યું સખીઓએ દંડ માગ્યા ત્યાં તો મહારાજાએ મૂળ સ્વરૂપ ધારણ કર્યું. સખીયો નવાઈ પામીને લગ્ન કરવા તૈયાર થઈ. મહારાજાએ તેમની સાથે લગ્ન કર્યા. પછી નાગકુમારને પ્રગટ કર્યો. તેમણે મહારાજાને સુરસુંદરી નામની કન્યા અને મણિદંડ આપ્યો. ચંદ્રચૂડ નાગકુમારની કન્યા કમળા સાથે નાગકુમારનાં લગ્ન કરી દંડ અને કન્યાઓ સાથે મહારાજા અવંતી આવ્યા.
નવમો સર્ગ સમાપ્ત સગ દશમે પૃષ્ઠ ૪૪૨ થી ૫૪૫ પ્રકરણ ૪૧ થી ૪૯ પ્રકરણ એકતાલીસમું મહાકવિ કાલીદાસ પૃષ્ઠ ૪૪૨ થી ૪૫૪
પરદુઃખભંજન ન્યાયી મહારાજા વિક્રમાદિત્યને પ્રિયંગુમંજરી નામની પુત્રી હતી. તેને વેદગર્ભ નામના વિદ્વાન ભણાવતા હતા. એક દિવસે વેદગર્ભ દૂરથી આવી રહ્યા હતા. તેની રાજકુમારીએ મશ્કરી કરી. વેદગર્ભ તે સહન કરી ન શકયા. શાપ આપ્યો. જે શાપ તેમના હાથે જ પૂર્ણ થયે.
મહારાજા રાજકુમારીના લગ્ન માટે ચિંતા કરતા હતા. તેમણે વેદગર્ભને સુંદર વર શોધી લાવવા જણાવ્યું. વેદગર્ભ મહારાજાની
છા પ્રમાણે વર શોધવા નીકળ્યા. દિવસે જતાં એક ગોવાળના પરિચયમાં આવ્યા તેને લઈ અવંતી આવ્યા તેને રાજસભામાં કેમ બોલવું, ચાલવું, બેસવું વગેરે સમજાવ્યું.
એક દિવસે વેદગર્ભ એ ગવાળને લઈ રાજસભામાં આવ્યા. ત્યાં સ્વસ્તી કહેવાને બદલે ગોવાળે ઉષરટ કહ્યું. વેદગમેં તેને અર્થ કહ્યો. તે સાંભળી મહારાજા ઘણા પ્રસન્ન થયા ને રાજકુમારી સાથે તે ગે વાળનાં લગ્ન કર્યા.