________________
પર
રાજકુમારી દિવસો જતાં પિતાને પતિ મૂર્ખ છે તે જાણી ગઈ. ગોવાળને પણ પિતાની મૂર્ખતા માટે દુઃખ થવા લાગ્યું તેથી કાળીમાતાની ઉપાસના કરવા ગયે. પણ દેવી પ્રસન્ન ન થઈ. રાજાએ દેવીને પ્રસન્ન કરવા પ્રયત્ન કર્યો. પણ શુભ પરિણામ ન આવ્યું તેથી કાળી નામની દાસીને ત્યાં મેકલી. વરદાનના શબ્દો બોલાવ્યા તે સાંભળી કાળીદાસ પ્રસન્ન થયા. રાજકુમારી ત્યાં આવી. કાળિકા દેવી પ્રત્યક્ષ થયાં. પરિણામે કાળીદાસ મહાન કવિ થયા. પ્રકરણ બેતાલીસમું અવનવા અનુભવ પૃષ્ઠ ૪૫૫ થી ૪૬૫
મહારાજા વિક્રમ પિતાની સાથે પાંચ રત્નો લઈ પદ્મપુરમાં આવ્યા ત્યાં એક નિર્લોભી તાપસ જણાયો. પોતાનાં રત્નો તેને સોંપવા તૈયાર થયા. તાપસ આનાકાની કરવા લાગ્યો. પણ મહારાજા તે તેની પાસે રને મૂકી ગયા.
મહારાજા ભ્રમણ કરી પાછા આવ્યા, તે તેમની નજરે ઝૂલીને બદલે આલિશાન મકાન પડયું. તાપસ પાસે જઈ રનની માંગણી કરી. તાપસ અજાણે થઈ ગયા. મહારાજા તે ગામના મંત્રી અને રાજા પાસે ફરિયાદ કરવા ગયા. પણ તેમનું વર્તન જોઈ નિરાશ થયા, રત્નાની સલામતી જણાઈ નહિ.
મહારાજા કામલતા વેશ્યાને મળ્યા. બંને જણે વિચાર કર્યો. તાસને મળવાનો સમય નક્કી કર્યો
યથા સમયે મહારાજા તાપસ પાસે આવ્યા અને રત્નની માંગણી કરી તે જ વખતે કામલતા વેશ્યા થાળમાં રત્ન લઈ આવી. અને પોતાની ઈચ્છા જણાવી. તાપસ સંપત્તિના લેભમાં પડ્યો. વિક્રમના રત્નો પાછા આવ્યાં મહારાજાએ એક રત્ન તાપસને ભેટ આપ્યું. તે જ વખતે કામલતાની દાસીએ ત્યાં આવી કહ્યું, “તમારી પુત્રએ આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળે છે.” તે સાંભળી રત્નવાળો.