________________
પ૭
સમાચાર લાવવા અગ્નિશૈતાલને કહેવું. અગ્નિશૈતાલ સમાચાર લાવે છે. મહારાજા સેમશર્મા અને વિદ્યાર્થીઓને ઘણું દ્રવ્ય આપી સંતોષે છે. વજૂદંડ, સર્વરચદંડ અને રાજકન્યા સાથે મહારાજા અવંતી આવે છે. પ્રકરણ ચાલીસમું મંત્રી મતિસાર પૃષ્ટ ૪ર૭ થી ૪૪૧
નાગદમનીના કહેવાથી મંત્રી મતિસાગરને કુટુંબ સાથે અવંતી. માંથી જતા રહેવા જણાવે છે. મંત્રીની પુત્રવધૂની હોશિયારીથી દુઃખના સમયમાં પણ આશ્વાસન મળે છે. ભાગ્યની વિચિંગતાને પરિચય થાય છે.
એક દિવસ નાગદનીના કહેવાથી મહારાજા મંત્રી મતિસારને લાવવા જાય છે. ત્યાં હેલનો અવાજ સાંભળી મતિસારને સ્પર્શવા કહેવું. ઈન્દ્રજાલિકે બનાવેલ ઉદાનને ફૂલવાળું કરવું તે જોઈ રાજા પિતાની પુત્રી વિલેચનાનાં લગ્ન મહારાજા સાથે કરે છે. મંત્રી અતિસાર મહારાજને પરિચય આપે છે.
અગ્નિકાલની સહાયથી સદાય ફળદેનાર આંબાનું બી લઈ મહારાજા અવતી આવ્યા. નાગદમનીએ સુપાત્ર દાન દેવા કહ્યું. મહારાજાએ તેમ કર્યું.
એક દહાડે મહારાજા ફરતા ફરતા પુરોહિતના ઘર પાસે આવ્યા ત્યાં હરતાલી અને જતુની વાત સાંભળી. મહારાજાએ તેમનું ચરિત્ર જેવા બટુકનું રૂપ લેવું. હરતાલી અને જઈતુને સામાન પોતે ઉપાડ્યો. તેમની સાથે ચાલવા લાગ્યા. સખીઓ સાથે વસુધા ફટક દંડથી પાતાળમાં ગયા. ત્યાં વિષનાશક દંડથી સાપને દૂર કરતા સરોવરમાં સ્નાન કરવા બધાં ગયાં. વસ્ત્ર, દંડ અને ફૂલછાબ મહારાજાને સપી સ્નાન કરવા ગઈ.
મહારાજા અગ્નિશૈતાલની સહાયથી લગ્ન કરવા તૈયાર થયેલા નાગકુમારને અદશ્ય કરી તેવું જ રૂપ ધારણ કરી શ્રીદની પુત્રી સાથે લગ્ન કરવાં.