________________
પપ૭
તો સાંભળે.” કહેતા પોપટે કહ્યું, “એકથી બહુ સમસ્યા પૂરી કરે.”
સમસ્યા સાંભળી રાજકુમારે જડ પૂતળા જેવા થઈ ગયા. કેટલાક સમય ગયે, ત્યારે પિપટે કહ્યું, “તમારામાંથી કેઈ સાથે રાજકન્યા પરણાવવામાં આવશે નહિ. જેથી જેવા આવ્યા છે તેવા તમે પાછા જાવ.”
પિપટના શબ્દ નિરાશ થઈ રાજકુમાર પિતાનાં સ્થાને ગયા, એટલે દક્ષિણ દિશાથી આવેલા, દક્ષિણ દિશામાં બેઠેલા રાજકુમારે પાસે પોપટ ગયે. ને કહેવા લાગ્યું, “હે રાજકુમારે, મારા પૂછેલા પ્રશ્નને જવાબ આપશે તે રાજા પિતાની પુત્રી ધામધૂમથી તમારી સાથે પરણાવશે. જો તમે જવાબ નહિ આપી શકે તે બીજા રાજકુમારને પૂછવામાં આવશે. અને જે જવાબ આપશે તેની સાથે રાજકુમારીને પરણાવવામાં આવશે” ત્યારે દક્ષિણ દિશાવાળા રાજકુમારીએ કહ્યું, “હે શુકરાજ, તમારે જે પૂછવું હોય તે પૂછો. એટલે પિપટ બે, “બથી શું?”
પૂછાયેલી સમસ્યાને અર્થે રાજકુમારો સમજી શક્યા નહિ. ને જવાબ પણ દઈ શક્યા નહિ ત્યારે પોપટે કહ્યું, હે રાજપુત્રો, તમે તમારા ઘેર જાવ.”
પોપટના શબ્દ ઉદાસ થઈ રાજકુમારે ગયા. એટલે પશ્ચિમ દિશાથી આવેલા અને પશ્ચિમ દિશામાં બેઠેલા રાજકુમારો પાસે જઈ પોપટે “પરણીને શું કરે ? ” સમસ્યા. પૂરી કરવા કહ્યું.