________________
૫૫૮
સમસ્યા પૂરી કરવા રાજકુમારોએ બુદ્ધિને કસોટીએ ચઢાવી પણ પૂરી થઈ શકી નહિ. “રાજકુમારેથી સમસ્યા પૂરી થાય તેમ નથી. તેવું જાણી તેમને જવાનું કહી ઉત્તર દિશાએથી આવેલા ને ઉત્તર દિશામાં બેઠેલા રાજકુમારોને “કોને ખીર પાવું ?” સમસ્યા પોપટે પૂછી.
એ રાજકુમારેથી પણ સમસ્યા પૂરી ન થઈ ને મેઢાં ઉતારી પોતપોતાના દેશ ગયા. રાજા પણ રાજકુમારી સાથે મહેલમાં ગયે. પછી રાજાએ પોપટને બોલાવી પૂછયું, “હે શુકરાજ! રાજકુમારીનાં લગ્ન માટે શું કરીશું ? બધા રાજકુમારો તે ચાલ્યા ગયા.”
હે રાજન, ઘણી જ શાંતિથી પોપટ બે, શાને ચિંતા કરે છે? બુદ્ધિમાન લેકે ભૂતકાળને શેક કરતા નથી, ભવિષ્યની પણ ચિંતા કરતા નથી. તે તો વર્તમાનકાળ પર વિચાર કરી વર્તે છે.
તે પછી પોપટ અને રાજાએ રાજકન્યાનાં લગ્ન સંબંધમાં નિર્ણય કર્યો. તે નિર્ણયને અમલમાં મૂક્યા પોપટ રાજકુમારી અને કેટલાક મંત્રીઓ સાથે પરદેશ ચાલ્યો.
ચાલતાં ચાલતાં કેટલાય દેશે, નગરે જોયાં, કેટલાય રાજા અને રાજકુમારને સમસ્યા પછી પણ કઈ જ સમસ્યા પૂરી કરી શક્યું નહિ.
તેઓ આખરે અવંતો આવ્યાં, નગર બહાર બાગમાં