________________
૫૪૭
તેઓ વિચારવા લાગ્યા. “કન્યાને જેમ સત્કલ વિગેરે જેને પરણવવામાં આવે છે, તેમ વિધાતા પણ ઉત્તમ કુળ, વિદ્યા, શૌર્ય, સુરૂપતાને જોઈને જ જાણે દરિદ્રતા આપે છે.”
દરિક અને મરેલા એ બેની સરખામણી કરવામાં આવે તો મરેલે સારે, એને સંતાનથી પાણી મળે છે, પણ દરિદ્રને તો કઈ ભાવ જ પૂછતું નથી. વળી દેવું તો ક્યારેય કરવું નહિ. દેવું પાપનું મૂળ છે. પાપ તો પરભવમાં દુઃખ આપે છે પણ દેવું તો આ ભવ તેમજ પરભવમાં દુઃખ આપે છે. આમ વિચારી ત્રણ મિત્રો પિતાનું ગામ છેડી લક્ષ્મીપુર નામના સુંદર નગર તરફ જવા લાગ્યા. ચાલતા ચાલતા રસ્તામાં એક સરોવર આવ્યું. તેને કિનારે ત્રણે મિત્રો આરામ લેવા બેઠા. આરામ લીધા પછી સાથે લાવેલી ભેજનની વસ્તુઓનો ઉપયોગ કરવા-ભાતુ ખાવા તૈયારી કરવા લાગ્યા. તે જ વખતે તેમની દષ્ટિએ દૂરથી બે મુનિમહારાજે આવતા પડ્યા. એ મુનિમહારાજનાં શરીર તપના કારણે કૃશ–સુકાઈ ગયેલાં હતાં. તેમને જોઈ ચંદ્ર પિતાના મિત્રોને કહ્યું, “આપણાં સદ્ભાગ્યથી પેલા બે મુનિ મહારાજાએ આવી રહ્યા છે. આપણે તેમને શુદ્ધ ભાવનાથી શુધ્ધ દાન આપવું જોઈએ. કારણ કે જ્ઞાનદાનથી મનુષ્ય જ્ઞાનવાન થાય છે. અભયદાનથી નીડર થાય છે, અન્નદાનથી સુખી થાય છે, ઔષધદાનથી નિરેગી થાય છે.
જેઓ પાસે સાધન હોવા છતાં દાન કરતા નથી તે આવતા જન્મમાં દરિદ્ર થાય છે, દરિદ્ર થતા તેઓ અનેક જાતનાં