________________
સર્ગ ૧૧
પ્રકરણ પચાસમું ...
...
... ...
... ... પૂર્વભવ
માયા સુખ સંસારમાં તેહ સુખ જગમેં અસાર; ધમકૃપાથી સુખ મલે, તેહ સુખ જગમાં સાર
એક દિવસે મહારાજા વિક્રમાદિત્યે શ્રીસિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજથી અપાતે ધર્મોપદેશ સાંભળ્યા પછી પૂછયું, “હે ગુરુદેવ, મને ક્યા કર્મથી રાજ્યલક્ષ્મી મળી છે? ક્યા કર્મથી અગ્નિશૈતાલ મારી પાસે રહી મારું કાર્ય કરે છે? ક્યા કર્મથી ભક્માત્રની મારે માટે પ્રતિ દિનપ્રતિદિન વધતી જાય છે? કયા કર્મથી બળવાન ખપર ચોર સહેજે મારાથી નાશ પામે ?” - વિક્રમાદિત્યના પ્રશ્નો સાંભળી ગુરુદેવ બોલ્યા, “હે. રાજન, તમે તમારે પૂર્વભવ સાંભળે. આઘાટ નામના નગરમાં ચંદ્ર નામને વણિક રહેતું હતું. તેને રામ અને ભીમ નામના પરમ પ્રિય મિત્રો હતા. આ ત્રણે જણાની પાસેનું દ્રવ્ય ધીરે ધીરે ખલાસ થવા લાગ્યું. અંતે તેઓ દરિદ્ર થયા. ત્યારે