________________
પ૨૪
હોય તે આ મારી પાસે મગ છે, તે લઈ જા. બેટી ધમાલ શાને કરે છે?”
બ્રાહ્મણની અર્થ વગરની વાત સાંભળી મૃગાવતી થાળ લઈ ઘેર ગઈ. અને મકાનની અગાસીમાં બેસી વિચારવા લાગી, “આજ રાતના ચંદ્રસેન ક્યાં હશે?” વિચારમાં ને વિચારમાં તે ઊંડી ઉતરી ગઈ.
અગાસીમાં બેઠેલી મૃગાવતીને કેટલાય સમય વિચારમાં પસાર થઈ ગયે. તેવામાં ચંદ્રસેન નેકરના હાથમાં દીવા સાથે ત્યાંથી નીકળે ને મંદિર તરફ જવા લાગ્યા. મૃગાવતીએ ચંદ્રસેનને જે તે સાથે જ ફરીથી લાડુને થાળ ભરી મંદિર તરફ ચાલી.
સાચે જ કામાંધ દિવસ રાતને જોઈ શકતું નથી.
ચંદ્રસેન ચાલતે ચાલતો પુરહિત હતું ત્યાં આવ્યા. ત્યાં તેણે પેલા બ્રાહ્મણને સૂતેલે છે એટલે તેણે બ્રાહ્મણને બીજે સૂઈ જવા કહ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું, “રાતના હું જોઈ શકતું નથી. રતાંધળો છું. હું કયાં જાઉં ?” ત્યારે ચંદ્રસેને નોકરને બ્રાહ્મણને લઈ જવા કહ્યું. નોકર તેને લઈ ગયે પછી તે દી મૂકી ચાલ્યા ગયે.
લાડુ લઈને આવતી મૃગાવતીએ દીવાના પ્રકાશના આધારે ભીમ યક્ષના મંદિર તરફ ચાલવા માંડ્યું. મંદિરે આવી. ત્યાં એકાંતમાં બ્રાહ્મણ સૂતે હવે તેને ચંદ્રસેન સમજી જગાડે અને કહ્યું, “હે પ્રિય! આ લાડુ જમે.”