________________
૫૦૭
તેણે ભિક્ષા આપતાં મને પૂછયું, “તું કેણ છે? ક્યાંથી આવ્યું છે?” મેં કહ્યું, “નસીબના ચકકરે ચઢતાં હું ગરીબ થઈ ગયે છું, જાતને હું વાણિયે છું.” બેલતાં મારે અવાજ ધ્રુજતે હતે. જેમ તેમ કરી આટલું કહી હું ચૂપ રહ્યો. ત્યારે તેણે કહ્યું, “જે તું મારુ કહ્યું માને, કેઈને કાંઈ ન કહે તે હું તને મારા બાપના ઘરમાં નેકર રખાવું, ખાધેપીધે સુખી કરું. કામમાં તારે મધરાતે દરવાજે ઉઘાડવાને. બેલ, તારાથી આ થશે?” મેં કબૂલ કર્યું એટલે મને તેના બાપાના–મારા સસરાના ઘરમાં નેકરી મળી. દરવાજે હું રહ્યો.
તે દિવસે મધરાતે હાથમાં લાડુને થાળ લઈને તે આવી. મને એક લાડુ આપી દરવાજો ઉઘાડવા કહ્યું. મેં તરત જ દરવાજો ઉઘાડ. તે બહાર આવીને ઝપાટાબંધ. ચાલતી આગળ જવા લાગી. મેં પણ તેનું ચરિત્ર જોવા પાછળ પાછળ જવા માંડ્યું. ચાલતી ચાલતી તે સરાફા બજારમાં આવી. હું પણ તેની લગભગ થયો એટલે એક ઝાડ પાછળ સંતાઈ શું થાય છે તે જોવા ઊભે.
થડી વાર થઈ હશે ત્યાં તો એક યુવાન આવ્યું ને તેણે મારી સ્ત્રીને જોતાં જ એક તમાચે ચેડી દીધું. મારી સ્ત્રી, જમીન પર પડી હાથમાં રહેલું માદળિયું જમીન પર પડી ગયું. તેનું તેને ભાન ન રહ્યું, તે ધૂળ ખંખેરતી ઊભી થઈને ગરીબડાની જેમ કહેવા લાગી, “વહાલા, કાલ ન અવાયું તેમાં મારે જરાય દેષ ન હતું. મુવા દરવાને દરવાજે. ઉઘાડે નહિ, એટલે શું કરું ? આજથી ને દરવાન રાખે