________________
૫૦૬
વેશ્યાએ મારું ધન લુંટી મને ભિખારી બનાવ્યું. ત્યારે મારી સ્ત્રી પિલા માદળિયા સાથે તેને પિયર ગઈ ને જેમ પક્ષીઓ પાન વગરનાં વૃક્ષોને તજે છે, ભમરઃ સુકાયેલાં ફૂલેને તજે છે, ઉજજડ થયેલા વનને મૃગલાં વગેરે જે છે. રાજસ્થણ થયેલા રાજાને તેના સેવકે તજે છે. સ્વાર્થીઓ સ્વાર્થ પૂરો થતાં સંબધીત ત્યાગ કરે છે તેમ વેશ્યાએ મારા જેવા ભિખારી થઈ ગયેલાને તિરસ્કાર કરી કાઢી મૂક્યું. તે સાથે જ વાદળની છાયા, ઘાસને અગ્નિ, દુષ્ટને પ્રેમ, પથ્થર પર રહેલું પાણી, વેશ્યાને પ્રેમ, સ્વાર્થી મિત્ર, આ બધાં પરપોટા જેવા છે.” તેવું યાદ આવ્યું ને તે પર વિચાર કરતે હું મારે ઘેર આવ્યા. ઘરની થયેલી દુર્દશા જોતાં હું દુઃખી થયે. ને મારી સ્ત્રીને બોલાવી લાવવા કૌશાંબીપુરી ગયે. પણ મારી ગરીબીએ મને કોઈ ઓળખે નહિ એટલે બધે બદલી નાંખ્યો હતો. તેથી મારાં સાસરિયાં મને ઓળખી શકયાં નહિ એટલે ઘરમાં તે પેસવા જ શાન દે ? લાચાર થઈ ભિક્ષુક વેશ ધારણ કરી હું મારા સસરાના ઘરની પાસેને ચિતરા પર પડી રહી મેં મારા સ્ત્રીનાં ચરિત્ર જેવા વિચાર્યું. ભૂખથી પિડાતા મેં મારી સ્ત્રીના હાથની ભિક્ષા લીધી. તે પણ મને ઓળખી શકી નહિ.
ચિતરા પર પડી રહેતા મધરાત થઈ. મારી સી હાથમાં લાડુને થાળ લઈ દરવાજા પાસે આવી. દરવાનને દરવાજે ઉઘાડવા કહ્યું, પરંતુ દરવાને દરવાજે ન ઉઘાડે. તેથી તે પાછી ઘરમાં ગઈ
બીજે દિવસે જ્યારે હું ભિક્ષા લેવા ગયે, ત્યારે