________________
૪૯૦
પ્રવેશદ્વાર આગળ કૃષ્ણ નામને દ્વારપાળ ઊભું હતું. તેણે મહારાજાને પૂછયું, “તમે કોણ છો? અહીં કેમ આવવું થયું છે?”
“એ બધું બળીરાજાને કહીશ.” મહારાજા વિક્રમે કહ્યું. “તમે તમારા સ્વામી પાસે જઈ એક રાજા મળવા આવ્યા છે, તેમ કહો.”
દ્વારપાળે વિકમના શબ્દ પિતાનું સ્થાન છેડી ચાલવા માંડ્યું, ને બળીરાજા સમક્ષ જઈ બે હાથ જોડી નમસ્કાર કરી તેણે કહ્યું, “રાજન, આપને મળવા કેઈ રાજા આવેલ છે, આજ્ઞા આપે તે અંદર આવવા દઉં.”
તેને તું પૂછ,” બળીરાજાએ કહ્યું, “શું તમે રાજા યુધિષ્ઠિર છે ?”
બળીરાજાના શબ્દ સાંભળી વિક્રમરાજા હતા ત્યાં દ્વારપાળ આવ્યું ને પૂછવા લાગ્યું, “શું તમે યુધિષ્ઠિર રાજા છે?”
ના” મહારાજાએ કહ્યું, “મંડલિક દરવાજે આવેલ છે, તેવું તમે બળીરાજાને કહો.”
મહારાજા વિક્રમના કહેલા શબ્દો દ્વારપાળે બળીરાજાને કહેતા કહ્યું, “તે તે પિતાને મંડલિક કહે છે.”
શું એ મંડલિક અથવા દશમુખ-રાવણ છે?” દ્વારપાળના શબ્દો સાંભળી બળીરાજા બોલ્યા. “જા પૂછ.”