________________
૪૮૯
ઝવેરીઓને ન બતાવતાં કહ્યું. “તમે આ રત્નને સારી રીતે જુઓ. અને તેનું મૂલ્ય શું હેઈ શકે તે મને કહે ”
ઝવેરીઓએ સારા જે સમય રત્ન તપાસવામાં ગાળે, પણ તની કીમત આંકી શક્યા નહિ. તેઓ તે ચૂપ જ રહ્યા ત્યારે મહારાજાએ પૂછ્યું, “તમે આસ ચૂપ કેમ ઊભા છે? એ રત્નનું મૂલ્ય મને કહો.”
મહારાજને જવાબ આપ્યા વિના હવે છુટકે ન હો, તેથી એક ચતુર ઝવેરી બોલ્યું, “અમારાથી આ રત્નનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. પણ જે આપને આ રત્નનું મૂલ્ય જાણવું હોય તે પાતાળમાં બળીરાજા પાસે જાવ. બળીરાજા રત્નના સારા પરીક્ષક છે, તે જ આ રનનું મૂલ્ય આંકી શકશે. બીજા કેઈથી મૂલ્ય અંકાય તેમ નથી આવું રન અમે તે ક્યારે પણ જોયું નથી, તે પછી મૂલ્ય તે શી રીતે આંકી શકીએ? ”
ઝવેરીઓને નિરાશાભર્યો જવાબ મહારાજાએ સાંભળ્યા પછી બળીરાજા પાસે જઈ રત્નનું મૂલ્ય અંકાવવા મન સાથે નિર્ણય કર્યો. તેમણે વણિકને કહ્યું, “હું રત્નની પરીક્ષા કરાવવા પાતાળમાં જઈશ. તમે આ રત્ન મારી પાસે બે દિવસ રહેવા દે.” વણિક માથું નમાવી મહારાજાની ઈચ્છા માન્ય કરીને ત્યાંથી ગ્રા.
વણિકનું રત્ન લઈ સહારાજ અગ્નિવતાલની સહાયથી પાતાળમાં ગયા, બળીરાજાના ભવન પાસે આવ્યા. એ ભવના