________________
૪૯
કૃષ્ણ દ્વારપાળ મહારાજા વિક્રમ પાસે આવી પૂછયું. “શું તમે રાક્ષસાધિપતિ રાવણ છે?”
ના મહારાજા વિક્રમે કહ્યું, “હું તે મહારાજા રામને સેવક છું.”
દ્વારપાળ બળીરાજા પાસે જઈ બેલે. “તે તે રામને સેવક છું તેમ કહે છે.”
તે તું પૂછ,” બળીરાજા બોલ્યા, “તમે હનુમાન છે ?”
શું તમે હનુમાન છો?” દ્વારપાળે મહારાજા વિક્રમ પાસે આવી પૂછયું.
“ના, હું કુમાર છું.” મહારાજા વિક્રમે કહ્યું. “અને. બળીરાજા પાસ કાંઇક કામ માટે આવ્યો છું.”
આવનાર પિતાને કુમાર કહે છે.” બળીરાજા પાસે જઈ દ્વારપાળે કહ્યું
શું પાર્વતી પુત્ર-છ મઢાવાળા કુમાર છે?” બળીરાજા બોલ્યા.
દ્વારપાળ મહારાજા વિક્રમ પાસે આવી પૂછવા લાગે, શું તમે પાર્વતીપુત્ર છ મઢાવાળા કુમાર છે ?”
હું શંકર સુત કાર્તિકેય નથી.” મહારાજાએ કહ્યું, હું અત્યારે પૃથ્વીનું રક્ષણ કરનાર કેટવાળ છું.”
આ સાંભળી કૃષ્ણ દ્વારપાળ બળીરાજા પાસે આવ્યા