________________
૪૭૫
આ બધી વાતને વિચાર કરી તમે અભિનવ રામ. થવાને અને રામરાજ્ય કહેવડાવવાનો વિચાર માંડી વાળો. રાજનું “હું મહારાજા છું.” એ વિચાર તો ક્યારે પણ કરે જોઈએ નહિ.
રામના સ્મરણ માત્રથી અગ્નિ શાંત થઈ જાય છે. અનેક રેગ નાશ પામે છે. જેમણે બાલ્યાવસ્થામાં પિતાના પિતાની આજ્ઞા માનીને મહાન રાજ્યને ત્યાગ કરતાં જરાય વિચાર ન કર્યો, દુઃખ માન્યું નહિ, વળી મહારાજા રામચંદ્રજીની. સ્ત્રી સીતા પિતાના શીલ-ગુણ વગેરેથી સમસ્ત વિશ્વની સ્ત્રી સમાજ માટે આદર્શરૂપ છે, જે રામના હનુમાન, સુગ્રીવ. જેવા મહાન વીરે સેવક થયા, તે રામચંદ્રજીની બરાબરી તમે કેવી રીતે કરી શકશો? હું તે તમને ફરીથી કહું છું, તમે અભિમાન છેડી દે. નવીન રામ થવાને વિચાર માંડી વાળે, હે રાજન, મેં આ શ્રી રામચંદ્રજીના પવનને એક જ પ્રસંગ સંક્ષિપ્તમાં કહ્યો. હું એ રામચંદ્રજીની પ્રશંસા કેટલી કરું ?”
મહારાજા વિક્રમાદિત્યે આ વાત સાંભળી નવીન રામ' થવાની મહત્વાકાંક્ષા જતી કરી અને પિતાના માણસો સાથે અયોધ્યાથી પાછા અવંતી આવ્યા.
અધ્યાની સફળ યાત્રા કરી આવ્યાથી મહારાજા. વિક્રમે યાચકને ઉદારતાથી ઘણું દ્રવ્ય આપ્યું.