________________
પ્રકરણ ચુમાલીસમું ..
મહારાજા વિક્રમને
ન્યાયનીતિથી રાજ્ય ચલાવતા એક દિવસે વિચાર આણ્યે. મે' મારા રાજ્યમાં તેમજ પાસેનાં રાજ્યામાં કેટલુંય જોયું અને જાણ્યું. પણ દૂર દૂરના દેશેામાં શું ચાલે છે તે જાણવુ જોઇએ.' આમ વિચારતા મહારાજાએ પરદેશ ભ્રમણ કરવા જવાને નિણૅય કર્યો.
વિધિના લેખ
મહારાજા વિક્રમ માત્ર નિણ્ય
કરીને ન અટકયા, તેમણે રાજકાય વ્યવસ્થિત રીતે ચાલે તેવા પ્રબંધ કર્યો ને અવંતીથી નીકળ્યા. અનેક નગરા-સ્થાના જોતા જોતા, તેના રીતરિવાજો વગેરેથી જાણકાર થતા આગળ ને આગળ જવા લાગ્યા. ચાલતા ચાલતા તેએ ચૈત્રપુર નામના સુંદર નગરમાં આવી પહાચ્યા.
નગરમાં ફરતા ફરતા મહારાજા જ્યાં કેટલાક માણસો ટાળે વળી ઊભા હતા ત્યાં આવ્યા ને એકજણને પૂછવા લાગ્યા, “અહીં આ બધા કેમ ભેગા થયા છે? ' જવાબમાં તે ભાઈએ કહ્યું, “આજે ગામના ધનિક ધનદ શેઠને ત્યાં
ઉત્સવ છે.”