________________
- વૃધ્ધ બ્રાહ્મણની આ કથા સાંભળી મહારાજા વિકેમે. પૂછ્યું, “એ પદ્માની બીજી મેજડી કયાં છે, જે તેના બાપને ત્યાં મૂકી આવી હતી?”
એ તે જ્યાં તેનું પિયર હતું ત્યાં જ છે.” વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, “જગી દવામાં આવે તો તે પણ મળી આવે.”
મહારાજાએ પદ્માના પિયરવાળું સ્થાન ખોદાવ્યું, ત્યાંથી મોજડી જડી આવી. જે ભીમના ઘરમાંથી મળેલી મોજડી જેવી જ હતી.
હે વિપ્રવર,” મહારાજાએ પૂછ્યું, “આ જડી, રત્ન સિંહાસન, મંડપ વગેરે અહીંયાં જ છે તે તમે કેવી રીતે જાણ્યું?”
હે રાજન ” બ્રાહ્મણે કહ્યું. આ વાત મારા પૂર્વજો એકબીજાને કહેતા. એટલે વારસાગત મને મળેલ છે, તેથી જ હું તે જાણું છું. આ બધું જોતાં મહારાજા રામચંદ્રજી કેટલા પ્રજાવત્સલ હતા, તે સ્પષ્ટ થાય છે. તેમની પ્રજા સુખી હતી તે પણ જાણી શકાય છે. વળી રામચંદ્રજી પોતે મહારાજા હોવા છતાં કેટલી સાદાઈ અને નમ્રતાથી રહેતા હતા તે તે ચમારને ત્યાં ગયા તે ઉપરથી જણાઈ આવે છે.
ચમારના ઘરમાં અગણિત દ્રવ્ય જોઈ રામ-લક્ષ્મણ અને સીતા પ્રસન્ન થયા, પણ તેમનું ધન પડાવી લેવા વિચાર સરખાય ન કર્યો.