________________
જોયા. તેણે સીતાજીને નમસ્કાર કર્યો ને તેમને આદરપૂર્વક પિતાના ઘરમાં લઈ જતાં તેમની સાડી પર પડેલા તેના ડાઘ જોયા, એટલે પૂછવા લાગી, “મહારાણીજી, શું તમારા મહેલમાં તેલના દિવા બળે છે? શું તેથી તમારી સાડી પર ડાઘ છે? અને તેમાંથી તેની વાસ આવે છે?”
હા. સીતાજીએ સ્મિત કરતાં કહ્યું, “અમારા મહેલમાં તેલના દિવા બળે છે. તમારે ત્યાં શાના દિવા બળે છે?
અમારે ત્યાં તે પદ્માએ કહ્યું, “રત્નના દિવા મળે છે. રત્નથી જ ઘર પ્રકાશિત થાય છે.”
સીતાજી અને પવા આમ વાત કરે છે ત્યાં તે રામ અને લક્ષ્મણ આવ્યા ને પદ્માને સમજાવતા કહેવા લાગ્યા, “હે પુત્રી ! સ્ત્રીને માટે પતિ જ એક શરણ છે. તેથી માનને વિગળું કરી તારા પતિને ત્યાં ચાલ. તને તેડવા જ અમે અહીં આવ્યાં છીએ.”
રામચંદ્રજીના શબ્દોને તે અમાન્ય કરી શકી નહિ. અને તેની રત્નજડિત મેજડી ત્યાં જ રહેવા દઈ મહારાજા વગેરે સાથે ચાલતી થઈ, ને પિતાના પતિને ત્યાં ગઈ - પદ્યાને તેના પતિને ત્યાં પહોંચાડી રામચંદ્રજી વગેરે પિતાને મહેલે આવ્યા ને પ્રજાને પુત્રવત્ પાળતાં ન્યાયથી રાજ ચલાલતા સમય વ્યતીત કરવા લાગ્યા.”