________________
એ મોજડી જતાં મહારાજા નવાઈ પામ્યા. તેમણે તે સિજડી આગળ ઘણા જ આદરપૂર્વક પોતાનું માથું નમાવ્યું. પ્રણામ કર્યા પછી ઘણા જ માનથી તે મેજડી હાથમાં લઈ પિતાના મસ્તકે અને છાતીએ અટકાડી. આ જોઈ પેલે બ્રાહ્મણ મહારાજાને કહેવા લાગ્યું, “તમે આ મેજડીને આટલું બધું માન શા માટે આપે છે? રાજન ! એ મેજડી તે એક ચમારણની છે, તેને માથે ન અડકાડે.”
બ્રાહ્મણના શબ્દો સાંભળતાં મહારાજા તે જડ પૂતળા જેવા થઈ ગયા. થેડી ક્ષણે પછી બોલ્યા, “આટલી સુંદર અને કીમતી મણિઓની જડેલી આ મોજડી શું ચમારણની છે? જો એમ જ હોય તે મારે એ ચમારણને ઈતિહાસ જાણ રહ્યો. વિપ્રવર્ય, મને તેનું વૃત્તાંત કહે.”
હે રાજન્ ” બ્રાહ્મણે ચમરણનું જીવન વૃત્તાંત કહેવા માંડયું, “શ્રી રામચંદ્રજીના સમયમાં અહીં ચમાર લેકે વસતા હતા. અને તે ચમારોનાં સુંદર ઘર હતાં. એ ચમારામાં ભીમ નામને એક ચમાર રહેતું હતું. તેની સ્ત્રી કર્કશા અને વિવેક વિચાર વગરની હતી. એનું નામ હતું પદ્મા. તે સદાય પિતાના પતિ સાથે લડતી ઝઘડતી. તે કદીય પિતાના સ્વામીના શબ્દની પરવા કરતી નહિ. એક દિવસે પતિ-પત્ની વચ્ચે ઝઘડાએ ભયંકર રૂપ પકડ્યું. પતિના શબ્દ છે છેડાઈ ગુસ્સે થઈ તે એક જ જડી પહેરી પિતાને પિયર ચાલી ગઈ. એની એક મેજડી અહીં રાખી ગઈ.