________________
પ્રકરણ તેંતાલીસમું ... ... ... યિકમની મહત્વાકાંક્ષા
મહારાજા વિક્રમને સમય પ્રજાને પુત્રવત્ પાળવામાં, ન્યાયનીતિથી રાજ ચલાવવામાં વ્યતીત થાય છે. એ વ્યતીત થતા સમયમાં એક વખતે મહારાજા વિક્રમને વિચાર આવ્યો,
હું રાજા રામની જેમ જ મારી પ્રજાનું પાલન કરું છું, રાજા રામને રાજ્યમાં કેઈને દુઃખ ન હતું, તેથી તે સમય રામરાજ્યને કહેવાયે, તેમ મારા રાજ્યમાં પણ કેઈને દુઃખ નથી, અન્યાયનું નામ નિશાન નથી, તે શું હું રામ જે ન ગણાઈ શકું ? મારું રાજ્ય રામરાજ્ય ન કહેવાય? મારું સન્માન રામ જેવું ન થાય?” " મહારાજા વિકમે મનમાં આમ ગર્વ લેતાં પિતાને વિચાર પિતાના મંત્રીઓને જણાવ્યું. મંત્રીઓ મહારાજાને વિચાર સાંભળતાં મનથી દુઃખી થવા લાગ્યા, ને દિશા ભૂલેલ રાજા યોગ્ય માર્ગે આવે તે માટે ઉપયે વિચારવા લાગ્યા, | એક દિવસે વાત કરતાં કરતાં મંત્રીએ કહ્યું, “હે રાજન, આ સંસારમાં શેરના માથે સવાશેર હોય છે જ. એક એકથી ચઢિયાતા હોય છે. પૃથ્વીમાં અનેક રને છે,