________________
૪૬૫
એ તે લઈ તેમાંથી એક રત્ન તાપસને ભેટ આપ્યું, તેવામાં કામલતાની દાસી શિખવ્યા પ્રમાણે ત્યાં આવી કહેવા લાગી, “ બાઈજી, તમારી દીકરીએ બળી મરવાના વિચાર માંડી વાળ્યે છે, માટે તમે જલ્દી પાછા ચાલેા.”
።
દાસીના શબ્દો સાંભળી પેાતાના હાથમાં રહેલા થાળ દાસીને આપી કહ્યું, “તું જા, હું તારી પાછળ જ આવુ છું.” થાળ લઇ દાસી ગઈ એટલે વેશ્યાએ તાપસને કહ્યું, “ મહારાજ, આજ્ઞા આપે। તે હું મારી દીકરીને મળીને પાછી આવુ.” કહેતી વેશ્યા ત્યાંથી ગઇ. વિક્રમ પણ ગયા. ને તાપસ કામલતા પાછી આવે તેની રાહ જોવા લાગ્યા.
મહારાજા કામલતાને ત્યાં આવ્યા. ને તેના ઉપકાર માનતાં પેાતાની પાસેના રત્નામાંથી એક અમૂલ્ય રત્ન તેને આપ્યું. ને તે રાત તેને ત્યાં રહી ખીજે દિવસે અવતી તરફ પ્રયાણ કર્યું. રસ્તે જતાં એક ગરીબ માણસ મળ્યું. તેણે મહારાજાને ઓળખી કહ્યું, “સંસારમાં ગરીબાઇ જેવુ ખીજું દુઃખ નથી. ગરીબ ગમે તેવા સદ્ગુણી કે વિદ્વાન હાય છતાં તેના ભાવ પૂછાતા નથી. પણુ લક્ષ્મીસ પન્ન માનવ, મૂર્ખ, દુર્ગુણી કે ગમે તેવા હાય છતાં તેનાં અવગુણુ ગુણુ રૂપ થઈ જાય છે. તેનું સત્ર સન્માન થાય છે.”
ગરીબની વાતા સાંભળી મહારાજાએ પેાતાની પાસેનાં રત્ને તેને આપી દીધાં. તેની ગરીબાઇના નાશ કરી અનેક જંગલ, પહાડા, શહેરો અને નદીએ વટાવી તે અવંતીમાં આવ્યા 閑
30