________________
મહારાજા વિક્રમ રાજા પાસે જવા લાગ્યા. રાજાના મહેલે. આવ્યા તે વખતે એક ડેસી રડતી રડતી ત્યાં આવી રાજાને કહેવા લાગી, “મહારાજ, આપના રાજ્યમાં અન્યાય થઈ રહ્યો છે, પ્રજાના સુખદુઃખની કેઈને પણ પડી નથી. દુષ્ટોને દંડ દેવો, ધર્મનું રક્ષણ કરવું તે રાજાને ધર્મ છે. માટે નાનાને ખાય એવું ચાલશે તે સંસાર નાશ પામશે. રાજાની શોભા ન્યાય કરવામાં છે. કુંડલ પહેરવામાં નહિ, મુગટકુંડળ તે નટ લેકે પણ પહેરે છે.”
ડેસીને કડવા પણ સાચા શબ્દો સાંભળી રાજાએ પૂછ્યું, “આવું બધું લાંબુ લાંબુ કહેવાથી શું ફાયદે? તારે જે કહેવું હોય તે કહે.”
હે રાજન” ડેસી કહેવા લાગી, “મારે દીકરો ગોવિંદ શેઠને ત્યાં રાત્રે ચોરી કરવા ગયે હતે. તે જે દીવાલ ખોદી ઘરમાં પેસવા જાય છે, ત્યાં તે દીવાલ તૂટી પડી ને મારો દીકરો દબાઈ મરી ગયે. હવે હું નિરાધાર થઈ ગઈ. મહારાજ, મારા પર દયા લાવી ન્યાય કરો.”
ડેસીની વાત સાંભળી રાજાએ ગોવિંદ શેઠને બોલાવી કહ્યું, “મકાનની દીવાલ તે કમજોર બનાવી તેથી આ ડેસીને દીકરો માર્યો ગયે. આ કારણથી તને શૂળીની શિક્ષા કરવામાં આવે છે.”
રાજાના મોઢામાંથી શબ્દો નીકળતાં જસેવકે શેઠને લઈ જવા તૈયાર થયા, ત્યારે શેઠે રડતાં રડતાં કહ્યું, “મહારાજ, મારી વાત દયા લાવી સાંભળે. દીવાલ કમજોર હેવામાં વાંક મારે