________________
૪૬૨
નથી. વાંક તે તેને બાંધનાર કડીયા-કારીગરનો છે.” આ સાંભળી રાજાએ કારીગરને બોલાવી “દીવાલ કમજોર બનાવવાથી ડોસીને દીકરો મરી ગયેની વાત કહી એ દેષ માટે શૂળીની શિક્ષા ફરમાવી. ત્યારે કારીગરે કરગરતાં કહ્યું, “એમાં મારે જરીય દોષ નથી. હું કામ કરી રહ્યો હતો, ત્યારે કામલતા વેશ્યા ત્યાંથી નીકળી. તેને જોતાં ભાન ભુલ્ય. ઈ ટે બરાબર ન મૂકાઈ, તેથી દીવાલ કમજોર રહી ગઈ હશે, તેમાં મારે દેષ નથી.” કારીગરના શબ્દ સાંભળી કામલતા વેશ્યાને બોલાવી કારીગરના કહેલા શબ્દો કહી શૂળીની શિક્ષા ફરમાવી. ત્યારે કામલતાએ કહ્યું, “મહારાજ, એમાં મારો દેષ નથી. હું મારે રસ્તે જતી હતી, ત્યાં રસ્તામાં દિગબર સાધુ ઊભે હતે. તેથી શરમની મારી હું એ રસ્તે ન જતાં ગેવિંદ શેઠના ઘર આગળથી નીકળી.” વેશ્યાના શબ્દો સાંભળી રાજાએ દિગંબર સાધુની શોધ કરાવી પકડી મંગાવે ને બધી વાત કહી, શૂળીની શિક્ષા ફરમાવી. જલ્લાદે તેને લઈ ગયા. ને જ્યાં શૂળી હતી ત્યાં લાવ ગળામાં ફાસે નાખે એ દિઇબર સાધુ દુબળો પાતળે હેવાથી વારે ઘડીએ ફાંસામાંથી નીકળી પડી જતે. જલ્લાદે આ વાત રાજાને કરી. રાજાએ જાડા માણસને પકડી લાવી શૂળી દેવા મંત્રીને હુકમ કર્યો. મંત્રીએ આ હુકમ જલ્લાદને સંભળાવ્યું. એટલે જડા માણસની શોધ કરતા રાજાને સાળો હાથમાં આવ્યું. તેને શૂળીએ ચઢાવ્ય આ બધું જોઈ મહારાજા વિક્રમ નવાઈ પામ્યા. ને મનમાં વિચારવા લાગ્યા, “અહીં તે અન્યાય જ ચાલે છે. રત્નની વાત કરતાં લેવાના દેવા થઈ પડશે. માટે ન્યાયની વાત ન