________________
૪૫૯
બેચે, “ઓ ભાઈ, તારી ક્યાંક ભૂલ થાય છે, મારી પાસે નહિ પણ કોઈ બીજા પાસે મૂક્યાં હશે.” '
તાપસના શબ્દો સાંભળી “વધારે બેલવાથી કાંઈ લાભ નથી.” એમ માની ચાલવા માંડયું. રસ્તે જતાં પાપીને શિક્ષા કરાવવા પિતાની વાત કહેવા પાષણહદથી મંત્રીને ત્યાં જવા વિચાર્યું. મહારાજા તેને ત્યાં ગયા તે વખતે મંત્રી કોઈ વાણિયા સાથે વાત કરી રહ્યા હતા. મહારાજા તેમની વાત. સાંભળવા લાગ્યા.
હર નામના વાણિયાને મંત્રીએ એક વર્ષ માટે એક લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા, આપ્યા પછી બીજે જ દિવસે વાણિયાને બોલાવી વર્ષનું વ્યાજ માંડ્યું. વાણિયાએ આનાકાની કરી એટલે કારાવાસની સજા ફરમાવી. લાચાર વાણિયે એ અન્યાયી મંત્રીને વર્ષનું વ્યાજ આપી. છુટકારો મેળવ્યું.
આ સાંભળી “આ મારો ન્યાય શું કરશે ! આવા મંત્રીથી પ્રજા દુઃખી થાય છે. કયાંય શાંતિ હતી નથી, આવા રાજ્યમાં રહેવું પણ ન જોઈએ.’ ના વિચારે મહારાજાને આવ્યા.
મહારાજા વિચાર કરે છે ત્યાં એક ખેડૂત એ મંત્રી. પાસે વિનંતી કરવા આવ્ય, બોલે, “હે મંત્રીજી, એક મુસાફરે પિતાના બળદે છોડી મારા ખેતરમાં ભેલાણ કર્યું.. તે દયા કરી મને નુકસાની અપાવે.”