________________
૪૫૮
કેટલાય દિવસે પછી અનેક દેશે જોઈ એ તાપસી હતે ત્યાં મહારાજા આવ્યા ને આશ્રમને બદલે સુંદર મઠ જોઈને વિચારમાં પડયા. ક્ષણ પછી તે મઠમાં પ્રવેશ કરતાં,
એ તાપસે જ મડ બંધાવ્યું છે એવું જાણ્યું. એટલે તાપસ પાસે જઈ પ્રણામ કરી રત્નની માંગણી કરી. જવાબમાં તપાસે કહ્યું, “અરે, આ તું શું બોલે છે ? તેની પાસે રન માંગે છે? તે કોને રન આપ્યાં છે? તું કેણ છે? મેં તને ક્યારે જે હોય તેવું યાદ આવતું નથી. તારી બુદ્ધિ હરામ છે.” આ પ્રમાણે તાપસ ચોર કોટવાળને દંડે તે કહેવતાનુસાર વિક્રમ સાથે લઢવા લાગે. આ જોઈ મહારાજા મનમાં વિચારવા લાગ્યા, “આ ઢોંગી ધુતારો–ઠગ તાપસ મારાં રત્નો હજમ કરી જવા ઇચ્છે છે, સાચે જ ઠગ, દુર્જન, લુચ્ચા અને ક્રૂર માણસો બહુ જ સાવધ હોય છે.” આમ મનમાં વિચારતા મહારાજાએ લક્ષમણ સાથે વનમાં બ્રમણ કરતા રામચંદ્રજીએ સરોવર કિનારે જોયેલા બગલાનું દશ્ય મનઃષ્ટિ સમક્ષ જોયું. જાણે માછલી કહી રહી હોય?
મહારાજ, આપ આ બંગલાને ધાર્મિક વૃત્તિવાળો માને છે, પણ તે દુષ્ટ છે. તેણે તે અમારા કુટુંબને નાશ કર્યો છે. ઉજળું એટલું દૂધ ક્યારે પણ ન માનતા એવું લાગ્યું.
ક્ષણ પસાર થતાં મહારાજાએ ફરીથી નમ્રતાપૂર્વક કહ્યું, “આપનાં દર્શનથી પવિત્ર થઈ અહીંથી જતાં મેં પાંચ રને નાળામાં તમારા કહેવાથી મૂક્યા હતા તે હવે ના કેમ પાડે છે?” જવાબમાં તાપસ સાકર પિરસતાં .