________________
૪૫૩ “મારી પ્રતિષ્ઠા સાચવવા માટે એ દાસીના શબ્દો સાચા કરવા પડશે–વિદ્વાન બનાવે પડશે.”
ગેવાળ પર દેવી પ્રસન્ન થયા ને વરદાન આપ્યું. એ સમાચાર અવંતીમાં ફેલાઈ ગયા. પ્રિયંગુજીએ પણ જાણ્યા. ને તરત જ મહાકાલીના મંદિરે આવી. પૂછયું, “શું મા કાલી તમારા પર પ્રસન્ન થયાં?”
આ પ્રશ્ન દેવીની મુંઝવણમાં વધારો કર્યો. પ્રતિષ્ઠાની ચિંતા થઈ તે પ્રગટ થયાં ને વાળને અપૂર્વ સુંદર કાવ્ય રચવાની શક્તિ આપી સાથે બીજી વિદ્યાઓ પણ આપી. આથી પતિ–પત્નીએ હર્ષમાં આવી મહાકાલીને વંદન કર્યું ને તેઓ મહેલ તરફ જવા લાગ્યાં.
ગેવાળ મહેલે નહિ જતાં રસ્તેથી રાજકુમારીથી છૂટે પડી રાજસભામાં ગયે. રાજા પાસે આવ્યા. પિતાના જમાઈને જોઈ મહારાજા હસીને બેલ્યા, “હે કાલીદાસી પુત્ર, પધારે. અને સુંદર કાવ્ય સંભળાવે.”
“કાલીદાસી પુત્ર નથી.” ગોવાળ બે, “પરંતુ હું કાલીદેવીને દાસ બને છું એટલે હું કાલીદાસ છું.”
આ શબ્દ સાંભળતાં પિતાના જમાઈની પરીક્ષા કરવા મહારાજાએ સમશ્યા કહેતાં કહ્યું, “વાહન પર બેસી સમુદ્ર તરે છે.”
મહારાજાના મુખથી સમશ્યા નીકળતાં કાલીદાસ બેલ્યા,