________________
આ સમાચાર પવનની પાંખે ચઢી અવંતીના ખૂણે ખૂણે પહોંચી ગયા. મહારાજાએ પણ જાણ્યા. એટલે મંદિરે આવ્યા. શેવાળની સ્થિતિ જોતાં દુઃખી થયા ને પિતાની પુત્રીના સૌભાગ્યની ચિંતા કરવા લાગ્યા. તેમણે દેવીને પ્રસન્ન કરવા મહાપૂજા કરવા નિર્ણય કર્યો. ને તે નિર્ણય અમલમાં મૂક્યું. તેમણે વિધિપૂર્વક મહાકાળીની પૂજા કરાવી છતાં દેવી પ્રસન્ન ન થયાં તે ન જ થયાં. મહારાજા નિરાશ થયા.
નિરાશ-ચિંતામન મહારાજાને એક વિચાર આવ્યું. અંધકારમાં પ્રકાશનું કિરણ જણાયું. દુઃખમાં ય મોઢા પર સ્મિત ફરક્યું. તેમણે કાલી નામની દાસીને બેલાવી પિતે ગોઠવેલી યુક્તિ સમજાવી. દાસી બરાબર સમજી ગઈ. તે તે યુકિત પાર પાડવા લપાતી છુપાતી મહાકાલીની મૂર્તિ પાછળ સંતાઈ ત્યારે વાળ પિતાને નિર્ણય, પિતાની પ્રાર્થના બેલે જ ગયે. ત્યારે મૂર્તિ પાછળ સંતાયેલી દાસી કાલી બોલી, “હે સેવક, હું તારા પર પ્રસન્ન થઈ છું, તને વરદાન દઈશ.”
આ શબ્દો ગવાળને કાને પડતાં તેનાં આનંદને પાર ન રહ્યો. તે તે માને ચરણે પડી પ્રાર્થના કરે જ ગ. ત્યારે દેવી મહાકાલી મુઝાવા લાગી, વિચારવા લાગી, “મારા નામથી બેલેલી દાસીના શબ્દો સાચા નહિ થાય તે જગતમાં મારી અપકીર્તિ થશે. લેકેની મારામાંથી શ્રદ્ધા ઊઠી જશે, મને કેઈજ માનશે નહિ” વિચાર કરતી દેવીએ નિર્ણય કર્યો,