________________
૪૩૪
મહારાજાને સત્કાર કરતે મંત્રી તેમને પિતાને ત્યાં લઈ આવ્યું. મહારાજા મંત્રીને વૈભવ જોતાં આશ્ચર્ય પામ્યા. ત્યારે મંત્રીએ કહ્યું, “આપની કૃપા અને સમયસૂચક-હોંશિયાર નાની પુત્રવધૂના પ્રતાપે આ સંપત્તિ મળી છે. ગયા જન્મના દુષ્ટ કૃત્યનાં ફળ ભેગવી હમણાં સુખી થયે છું.”
“સમયસૂચક-હોંશિયાર નાની પુત્રવધૂથી? એ કેવી રીતે?” મહારાજાએ પૂછયું. જવાબમાં મતિસારે બધું જ કહ્યું, તે સાંભળી મહારાજા બેલ્યા, “આ સંપત્તિની પ્રાપ્તિમાં મારા પ્રભાવ-કૃપા જેવું કંઈ નથી.”
રાજા અને મંત્રી વાત કરે છે તેવામાં ડાંડીને અવાજ સંભળા. મહારાજાએ તપાસ કરવા મંત્રીને કહ્યું. મતિસાર તપાસ કરી આવી કહેવા લાગ્યું, “આ રાજમાં પહેલાં એન્દ્રજાલિક આવ્યું હતું. તેણે રાજા પાસે પિતાની શકિતને સાક્ષાત્કાર કરાવવા રજા માંગી. રાજાએ રજા આપી. એટલે એન્દ્રજાલિકે કેટલાય હેરત પમાડે તેવા ખેલે કર્યા પછી કહ્યું,
જો આપની ઈચ્છા હોય તે સદાય ફળ આપનાર આંબાની વાડી બનાવું.” રાજાની આજ્ઞાથી એન્દ્રજાલિકે સદાય ફળ આપનાર આંબાની ગોટલી વાવીને વાડી બનાવી. તેની પાસે સુંદર પર્વત બનાવ્યું. વાડીની વચમાં એક નદી બનાવી. જેનું પાણી વૃક્ષને મળતું, તેથી વાડી ફાલી ફૂલી રહેતી. આ જોઈ બધાં આશ્ચર્ય પામ્યા. તે પછી ઐન્દ્રજાલિકે કહ્યું, “શરીરની પુષ્ટિ માટે આપ જે આજ્ઞા આપો તે આપના પરિવારને આંબાના ફળ આપું.” રાજાએ તેમ કરવા કહ્યું.