________________
કરશે
કરવાનું કાંઈ નહિ” સોમશર્મા ગંભીરતાથી બોલ્યા, કુળદેવીની આજ્ઞા પ્રમાણે કરવાનું. વિદ્યાથીઓ કરતાં શું -વધારે છે?”
ચૌદસનો દિવસ આવતાં બધી વસ્તુઓ મંગાવી ક્ષેત્રપાલને કહ્યા પ્રમાણે કર્યું, વિદ્યાથીઓ અને સોમશર્મા શાંત બેઠા છે. ઉમાદેવીએ સંકલ્પ કરવા જળપાત્ર લીધું તે સાથે જ વિકમ જમીન પર મૂકેલા સર્વરસ દંડને ઉઠા. - સર્વને સંકેત કર્યો. બધા જ ઊભા થયા. નાસવા લાગ્યા. નાસતા નાસતા ઘરથી અને નગરથી ઘણે દૂર ચાલ્યા ગયા. ઉમાદેવી તેમની પાછળ છેડી દડી, પણ નિરાશ થઈ પાછી ઘરે આવી.
બહુ દૂર નીકળી ગયેલા વિદ્યાર્થીઓ ને સોમશર્મા સમય વિતાવવા જહાજમાં બેસી કટાહદ્વીપમાં ગયા. ત્યાં એક ઝાડની છાયામાં બધા આરામ કરવા લાગ્યા. આરામ કરી નજીકમાં દેખાતા નગર તરફ જવા લાગ્યા. મહારાજા વિકમ એકલા ઉતાવળે નગરમાં ગયા, આખું નગર માનવવિહેણું હતું. આ જોતાં મહારાજા નવાઈ પામ્યા ને શૂન્ય નગરને જોતા જોતા રાજમહેલે પહોંચ્યા. એ કલામય રાજમહેલ જોતા સાતમે માળે ગયા. ત્યાં સૌંદર્ય સંપન્ન નવયૌવના જોઈ એટલે તેને પૂછવા લાગ્યા, “હે કયે તું અહીં એકલી કેમ છે? શું કઈ રાક્ષસ તારું હરણ કરી અહીં લાવે છે?