________________
કર
હા, હું રાજકુમારી છું” વિક્રમને જોતાં તેનું હૃદય : આકર્ષાયું. ને તેમનું સન્માન કરતાં તે બેલી, “મારે પિતા વિજય આ શ્રીપુરનગરના રાજા હતા, મારી માતાનું નામ વિજય હતુ. મારુ નામ ચંદ્રાવતી. આ નગરને રાક્ષસે ઉજજડ કરવા માંડ્યું તેથી રૈયત અને રાજકુટુંબ અહીંથી નાસી ગયું. હું ઝડપાઈ ગઈ રાક્ષસે મને પરણવાના ઈરાદે જીવી રાખી છે. હું મહપુરુષ, તમે તમારા જીવનને ખપ. કરતા હો તે જલદીથી ભાગી જાવ, નહિ તે મહાન ઉપાધિમાં . આવી પડશે.”
શું ઉપાધિ બાવશે?” શાંતિથી મહારાજાએ પૂછયું.
હે નત્તમ!” રાજકન્યા કહેવા લાગી, “જે રાક્ષસે મને જીવતી રાખી છે તે તમારે નાશ કરશે.”
“ઉં. હ!” મહારાજાએ કહ્યું. “મારા દુઃખને પાર નથી ત્યાં.....”
“રાજકુમારી,” મહારાજા બેલ્યા, “ગભરાવ ના દુઃખ જેમ વણમાગ્યું આવે છે તેમ સુખ પણ વણમાગ્યું આવે છે.” કહેતા મહારાજા રાજકુમારી સામે જોઈ પૂછવા લાગ્યા, “ તું અહીં રહે છે, તે તેના મૃત્યુને ઉપાય પણ તું જાણતી હશે?”
મહારાજાના પ્રશ્નના જવાબમાં ચંદ્રાવતીએ કહ્યું, “તે. પૂજામાં હોય ત્યારે નાશ થઈ શકે તેમ છે, કારણ કે તે: