________________
૪૦૯
હૃતિ થાય છે. જે પતિના મેહથી તેની પાછળ બળી એવા ચાહે તેને કેણ રેકી શકે?”
રાજાના શબ્દો સાંભળી મનમાં રાજી થતી વેશ્યા ગણગણવા લાગી, “તે બળી મરશે તે સાંઢણું અને રત્નપેટી મને મળશે.” ગણગણતી વેશ્યા ઘેર આવી ને રાજકુમારીને ઘેડે બેસાડી રાજમાર્ગ પરથી લઈ જવા લાગી. રાજકુમારી જ્યારે જઈ રહી હતી, ત્યારે રાજાની દષ્ટિ તેના પર પડી. એટલે તે રાજકુમારી પાસે આવી પૂછવા લાગ્યું, “તું કેની દીકરી છે?” જવાબમાં રાજકુમારીએ કહ્યું, “ હું આ વેશ્યાની દીકરી નથી પણ આ વેશ્યા મને પ્રપંચથી ફસાવી તેને ત્યાં લઈ ગઈ હતી. આ નગરમાં દીન-દુઃખીઓની રક્ષા કરનાર કેઈ હોય તેમ જણાતું નથી. દુઃખી, અનાથ, વૃદ્ધ, તપસ્વી અને અત્યાચારથી પીડિતને રક્ષક રાજા જ હોઈ શકે.” આ સાંભળી રાજા બે, “હે બાળા, તું આમ કેમ બેલે છે? હું મારી પ્રજાનું–રાજ્યનું ન્યાયથી જ પાલન કરું છું.”
“સારાસારને વિચાર મ ક તેને તમે ન્યાય માને છે?” કુમારીએ પૂછયું.
તમે કેણ છે? કેમની દીકરી છો? કયાં જઈ રહ્યાં છે?” રાજાએ પૂછયું. ને રાજકુમારીએ કહ્યું, “મારે કાંઈ જ કહેવાનું નથી. જે મને લઈ અહીં આવ્યા છે, તેના