________________
૪૧૦
સિવાય બીજા કેઈની હું થવા માંગતી નથી.” આ સાંભળી રાજાએ પૂછયું, “તે કયાં ગયે છે?” જવાબમાં રાજકુમારીએ કહ્યું, “તે નગરમાં ભેજનસામગ્રી લેવા ગયે તે દરમ્યાન વેશ્યા મને ફસાવી તેને ત્યાં લઈ ગઈ અત્યારે તે કયાં છે તે હું હવે કેવી રીતે કહી શકું? હું તેના વિશે દુખી, થઈ ગઈ છું.” આ સાંભળી રાજાએ કહ્યું, “નિરર્થક શા માટે શરીરને બાળે છે? “જીવતે નર ભદ્રા પામશે હે કન્યા ! આ નગરમાંથી તારા ઇચ્છિત પુરુષને-જે તને અહીં લાવે
-
-
"
રાજા રાજકુમારીને કહી રહ્યા છે. છે, તેને શોધી તેને સ્વીકાર કર.” રાજાનું કહેવું સાંભળી રાજકુમારી પ્રસન્ન થઈ. ત્યાં ઊભેલી માનવમેદની તરફ જેવા લાગી. તે વખતે રાજા વિક્રમ ભજનસામગ્રી લઈ જ્યાં રાજકુમાર હતી ત્યાં ગયા. પણ ત્યાં તેને નહિ જવાથી વિચારમાં પડી ગયા.